Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં કોંગ્રેસના 408 હોદ્દેદાર કરશે મતદાન, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી...

ગુજરાતમાં કોંગ્રેસના 408 હોદ્દેદાર કરશે મતદાન, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માએ મત આપ્યો

39
0

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. સમગ્ર દેશમાં અત્યારે કોંગ્રેસ કાર્યલાય પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ ભવન ખાતે મતદાનની શરૂઆત થઈ છે. 408 જેટલા ડેલીગેટ પ્રમુખ પદ માટે મતદાન કરી રહ્યા છે. કોંગ્રેસ ભવન ખાતે 10 થી 4 સુધી મતદાન યોજાશે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,પ્રભારી રઘુ શર્મા,પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિતના સીનીયર નેતાઓએ મતદાન કર્યું છે.કોઈ પણ રાજકીય પક્ષમાં પ્રમુખ ચૂંટવા માટે મતદાન થતું નથી. માત્ર કોંગ્રેસ પક્ષમાં જ મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસ પક્ષમાં પણ ઘણા વર્ષો બાદ મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન બાદ પરિણામ જાહેર થતા કોંગ્રેસને નવા રાષ્ટ્રીય પ્રમુખ મળશે.

કોંગ્રેસમાં ચુંટણી સંગઠન અને મેમ્બશીપ બુથ લેવલે કર્યા બાદ કન્વીનર નિમાયા છે.તાલુકા જિલ્લા,પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ચુંટણીનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રમુખની ચુંટણી છે અને ચુંટણીમાં જે પ્રદેશ ડેલીગેટ છે તે મતદાન કરી રહ્યા છે.કોંગ્રેસના પ્રમુખ માટે 19 તારીખે પરિણામ આવશે. કોંગ્રેસના બંને ઉમેદવારોમાંથી પસંદગી પ્રમાણે મતદાન કરી રહ્યા છે. જે પણ અધ્યક્ષ આવશે આવનારા સમયમાં નિર્ધારિત કાર્યક્રમો કરવામાં આવશે. રઘુ શર્માએ જણાવ્યું હતું કે મે જે ઉમેદવારને પસંદ કર્યા તેમને મત આપ્યો છે.

અત્યાર સુધી કોંગ્રેસમાં 6 વાર ચુંટણી થઈ છે. પારદર્શક તરીકે ચુંટણી થઈ રહી છે.મતદાન માટે 9800 લોકોની સંખ્યા છે જે લોકો મતદાન કરી રહ્યા છે.આ દ્રશ્ય કોઈ બીજી પોલિટિકલ પાર્ટીમાં જોવા નહિ મળે.ભાજપમાં ઇન્ટરનલ ડેમોક્રેટ નથી.પ્રધાનમંત્રી નક્કી કરે છે તેને અધ્યક્ષ બનાવવામાં આવે છે. આ ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતમાંથી 4 લોકોને પોતાના એજન્ટ નીમ્યા છે.

બાલુભાઈ પટેલ, ખુર્શીદ સૈયદ, બિમલ શાહ અને સંજય અમારાણી ખડગેના ચૂંટણી એજન્ટ નીમ્યા છે. તો શશી થરૂરે ગુજરાતમાં 5 લોકોને પોતાના પોલિંગ એજન્ટ નીમ્યા છે.

શશી થરૂરે 2 મહિલા અને 3 પુરુષ એજન્ટની પસંદગી કરી છે. જેમાં ચેતના પંડ્યા, ધરમ આંબલીયા, નિકુલ પટેલ, પરિશા જૈન અને પ્રેમકુમાર કટારીયાનો સમાવેશ થાય છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલીંબડી નગરપાલિકા વિસ્તારમાં સાડા પાંચ કરોડના ખર્ચે 17 કામોનું ઈ-લોકાર્પણ અને 29 કામોનું ઈ-ખાતમુહૂર્ત કરાયું
Next articleસાબરકાંઠાની છ પાલિકામાં 500થી વધુ કર્મચારીઓએ કર્યું પેનડાઉન