Home ગુજરાત ગાંધીનગર ગુજરાતમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર...

ગુજરાતમાં એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન સેફટી (મોડલ રૂલ્સ)-2024 સૂચિત નિયમો તૈયાર કરાયા – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

33
0

નાગરિકોના વાંધા-સૂચનો માટે મોડલ રૂલ્સ ગૃહ વિભાગની વેબસાઈટ પર મૂકાયા

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

મોડસ રૂલ્સ અંગે નાગરિકો આગામી તા. ૨૫ જૂન સુધી home@gujarat.gov.in પર પોતાના વાંધા-સૂચનો મેઈલ કરી શકશે

પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. ૨૫ જૂન, ૨૦૨૪ સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે ૨૫ જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૩૩ હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી એ ઉમેર્યુ હતુ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleબનાસકાંઠામાં ભરકાવાડાના પટિયા પાસે ટ્રિપલ અકસ્માતની ભયંકર ગંભીર ઘટના
Next articleપશ્ચિમ બંગાળમાં રદ કરાયેલા શિક્ષકોની ભરતી કેસમાં ઈડી દ્વારા 222 લોકોની ઓળખ કરી જેમની નોકરી માટે ખાસ ભલામણ કરવામાં આવી હતી