Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી; દક્ષિણ ગુજરાતમાં ફરી વાર એલર્ટ...

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી; દક્ષિણ ગુજરાતમાં ફરી વાર એલર્ટ જાહેર  

18
0

આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 20 ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 3

અમદાવાદ,

ગુજરાતના તમામ જિલ્લાઓમાં બરાબર ચોમાસું જામ્યું છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યના અમુક જીલ્લામાં તો અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે.  રાજ્યમાં સિઝનનો સરેરાશ 61 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 86 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં 76, દ.ગુજરાતમાં 73 ટકા, ઉ.ગુજરાતમાં 45, મધ્ય ગુજરાતમાં 44 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે (રવિવારે) ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, સાબરકાઠા, દાહોદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. 5 ઓગસ્ટે વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડશે તેમ જણાઈ રહ્યું છે. આગામી ૩ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. 4, 5 અને 6 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામા વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ વાપીમાં પોણા 7 ઇંચ વરસાદ નોંધાયો છે.કપરાડામાં 6 ઇંચથી વધુ વરસાદ,પારડી, ધરમપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ,ઉમરગામમાં પોણા 4 ઇંચથી વધુ વરસાદ,જામનગરના જોડીયામાં 2 ઇંચથી વધુ વરસાદ,છોટાઉદેપુર, નવસારીમાં 2-2 ઇંચ વરસાદ,ખેરગામ, જલાલપોરમાં 2-2 ઇંચ વરસાદ,વાલોડ અને બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ,સોનગઢ, ડાંગ અહવામાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં આખો જુલાઈનો મહિનો વરસાદના નામે રહ્યો છે. જુલાઈના આખા મહિનામાં ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ખૂબ વરસાદ થયો છે. તાજેતરમાં હવામાન વિભાગ તરફથી એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં 20 ટકા વધુ વરસાદ થયો છે. જોકે આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં 8 ટકા ઓછો વરસાદ થયો છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ મોસમનો સૌથી વધુ વરસાદ થયો, જે 75 ટકા વધુ છે. રાજ્યના 3 જિલ્લા તો એવા છે જ્યાં 100 ટકાથી વધુ વરસાદ થઈ રહ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહેલા બે વરિષ્ઠ અધિકારીઓ પર થઇ કાર્યવાહી
Next articleપેન્શનને લઈને એક્શન મોડમાં કેન્દ્ર સરકાર