Home દેશ - NATIONAL ગુજરાતનું GIFT CITY નવું નાણાકીય હબ બનશે

ગુજરાતનું GIFT CITY નવું નાણાકીય હબ બનશે

16
0

(GNS),03

ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે 3જી જુલાઈથી બદલાઈ ગયો છે. આ દિવસથી SGX NIFTY ને GIFT NIFTY તરીકે બ્રાન્ડ કરવામાં આવ્યું છે. આ સાથે અગાઉના લગભગ 7.5 અબજ ડોલરના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ(Derivative Contracts) જે અત્યાર સુધી સિંગાપોર(Singapore)માં ટ્રેડિંગ કરતા હતા તે આજે 3 જુલાઈથી ભારતમાં શિફ્ટ થયા. GIFT NIFTY ની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ (NSE IX) માં ગાંધીનગર ગુજરાત(Gujarat)માં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે જોવામાં આવી રહ્યું છે. સરકાર તેને દુબઈ, મોરેશિયસ અને સિંગાપોર જેવા અન્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સ્પર્ધા તરીકે બનાવવાનો પણ આગ્રહ કરી રહી છે. ભારતીય વેપાર બજાર અને ગુજરાતના ગિફ્ટ સિટી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. GIFT નિફ્ટીમાં ચાર પ્રોડક્ટ્સ હશે. આ ઉત્પાદનોના ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ GIFT નિફ્ટી 50, GIFT નિફ્ટી બેન્ક, GIFT નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને GIFT નિફ્ટી IT 4 મોટી પ્રોડક્ટ્સ હશે.એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી બાલાસુબ્રમણ્યમને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે. પહેલા તેને ભારતની બહાર નિકાસ કરવી પડતી હતી.

GIFT CITY હવે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. 2015 માં RBI દ્વારા FEMA પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા હતા. એસજીએક્સ-નિફ્ટી ટાઈ-અપ દ્વારા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટના સ્થળાંતર સાથે ઘણું બધું બદલાવાનું છે. ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય એક્સચેન્જોની આવકમાં પણ વધારો થશે. નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ SGXની આવકનો મોટો હિસ્સો બનાવે છે. SGX ને આ આવક ઊંચી સરેરાશ ફી અને ઉચ્ચ વોલ્યુમને કારણે મળે છે.

SGX મુજબ લિક્વિડિટી સ્વિચના ભાગરૂપે SGX નિફ્ટીમાં તમામ ઓપન પોઝિશન NSE IFSC નિફ્ટીમાં શિફ્ટ કરવામાં આવી છે. ડીલ હેઠળ, SGX અને નિફ્ટી તમામ ખર્ચ અને આવક 50-50 શેર કરશે. GIFT સિટીમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ થશે અને SGX ક્લિયરિંગની કાળજી લેશે.

ટ્રેડિંગનો સમય પણ જાણી લો.. SGX નિફ્ટીમાં હાલમાં સવારે 06:30 થી 10:30 વાગ્યા સુધી 16 કલાકનો ટ્રેડિંગ છે. પરંતુ, GIFT નિફ્ટી સવારે 4 વાગ્યાથી બીજા દિવસે સવારે 2 વાગ્યા સુધી એટલે કે ટ્રેડિંગના 21 કલાક સુધી ટ્રેડિંગ કરશે. આ સમય ભારતીય સમય અનુસાર છે. સોમવારના ફેરફાર પછી, યુએસ ડૉલરમાં નામાંકિત તમામ નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ફક્ત NSE IFSC પર જ વેપાર કરશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleITR રિટર્નમાં Defective ITR નોટિસ મળે તો આ રીતે ITRમાં થયેલી ભૂલો સુધારો
Next articleરેકોર્ડ સપાટીએ શેરબજાર ખુલ્યું, Sensex 65000 ને પાર પહોંચ્યું