(જી.એન.એસ.,કાર્તિક જાની) તા.12
ગુજરાતમાં બેરોજગારી એ માજા મૂકી છે તે વાત થી કોઈ અજાણ નથી.ગુજરાતમાં દિવસે દિવસે લોકો બેરોજગાર થતા યુવાનોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સરકારે ફરી એક વખત નવયુવાનો અને ઘણા વર્ષોથી મહેનત કરતા યુવાનો સાથે રમત રમી છેતરપિંડી કરી છે તે એક મોટી શર્મનાખ ઘટના છે.ગુજરાત સરકારે ગુજરાતના નવયુવાનોને અન્યાય કરી તેમની મહેનર ઉપર પાણી ફેરવી નાખ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લાર્ક,ઓફીસ આસીટન્ટ તેમજ તલાટી જેવી ભરતીઓ 12 પાસ ઉપર જ લેવાતી હતી અને જે લોકો 12 પાસ છે તેવા ઘણા નવયુવાનો ઘણા વર્ષોથી મહેનત પણ કરી રહયા છે.ત્યારે આ રૂપાણી સરકારે તેમની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે.તાજેતરમા લેવામાં આવનારી બિનસચિવાલય અને ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે.આ પરીક્ષા 20,1o,2o19 ના રોજ લેવામાં આવનારી હતી પરંતુ ગઈ કાલે જ આ પરીક્ષા મોકૂફ રાખી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ દ્વારા પરિપત્ર બહાર પડવામાં આવ્યો છે કે આ પરીક્ષા હવે નવા નિયમ મુજબ લેવાશે અને જે ઉમેદવાર સ્નાતક હશે તે જ ઉમેદવાર બિનસચિવાલય ઓફીસ આસિસ્ટન્ટની પરિક્ષા આપી શકશે.
તેવી જાહેરાત કરી દેવામાં આવી છે.ત્યારે 12 પાસ યુવાનોને આ સરકારે રોવાના દિવસો લાવી દીધા છે. અંગત સુત્રોથી એવી માહિતી આવી રહી છે કે સામાન્ય વહીવટ દ્વારા જે પરિપત્ર આજે બહાર પાડ્યો છે તે પરિપત્ર તો 30 સપ્ટેમ્બરના રોજ તૈયાર થઈ ગયો હતો. ત્યારે સવાલ એ છે કે કેમ બે સપ્તાહ સુધી આ પરિપત્ર જાહેર ના કરાયો..?
ત્યારે હવે વહીવટી તંત્ર ઉપર પણ સવાલ ઉઠી રહયા છે 12 પાસ ઉમેદવારો જણાવી રહયા છે કે વહીવટી તંત્રમાં જ ખામી છે. અમારા ભવિષ્ય સાથે સરકાર કેમ વારંવાર ચેડા કરી રહી છે તેવી રાહ અત્યારે ઉમેદવારો પાડી રહયા છે.ત્યારે હવે સવાલ એ છે કે સંવેદનશીલ સરકારમાં 12 પાસ ઉમેદવારોની મહેનતનું શુ..? જે ઉમેદવારોએ હજારો રૂપિયા ખર્ચ કરી કલાસીસ કર્યા તેના ખર્ચનું શુ..? રોજગારી આપવામાં સાવ નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારે ફરી એક વખત ગુજરાતના નવયુવાનોને છેતર્યા છે તે સ્પષ્ટ વાત છે.
રૂપાણીજી કેમ તમે 12 પાસ ઉમેદવારો સાથે આવો ખેલ કર્યો..? તમારે નવો નિયમ લાગુ કરવો હતો તો તે નવી ભરતી સમયે લાવી શકતા હતા.તમે એક બાજુ ગુજરાતની ચિંતાની વાતો કરો છો તો તમને આ નવયુવાનોની ચિંતા કેમ ના થઇ..? કે પછી આ નવા નિયમથી તમે અજાણ છો..? કે પછી તમને ગુજરાતના નવયુવાનોની ચિંતા જ નથી…? આટલી મોટી રમત કોના ઈશારે..? તે એક મોટો સવાલ છે..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.