(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.2
સમગ્ર ગુજરાતની પ્રજા છેલ્લાં કેટલાંક સમયથી મોંઘવારીથી પિસાઈ રહી છે ત્યારે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એ સરકારને પત્ર લખીને પાટીદાર સમાજ ઉપર પોલીસે કરેલાં અત્યાચાર મુદ્દે વિધાન સભા નું વિશેષ સત્ર બોલાવા કરેલી માંગણીથી પક્ષ ની અંદર અને બહાર પ્રજા મા એવી છાપ ઊપસી રહી છે કે તેઓ અને કોંગ્રેસને માત્ર શું પાટીદાર સમાજ ની જ ચિંતા છે. શું તેમને પાણી ની ભારે તંગી, પેટ્રોલ ડિઝલ નો ભાવ વધારો, બેરોજગારી અને સુરત ના ખતમ થઈ રહેલા કાપડ ઉદ્યોગ ની ચિંતા નથી, શું તેમણે પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ ના કહેવાથી પાટીદાર સમાજ માટે જ ખાસ સત્ર બોલાવવા માંગણી કરી છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે વિપક્ષ ના નેતા એ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટે જ વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી ને તેમણે પોતાની સંકુચિત માનસિકતા છતી કરી છે. તેઓ આખા ગુજરાત ના વિરોધ પક્ષના નેતા છે. એકલા પાટીદાર સમાજ ના નહીં. સરકારે પાટીદાર સમાજ ઉપર થયેલા અત્યાચાર મામલે જસ્ટીસ પુજ ને તપાસ સોંપી છે. જેમનાં ઉપર અત્યાચાર થયો હોય તેઓ આ બાબતે કમિશન સમક્ષ હાજર થઈ પોતાની રીતે રજૂઆત કરી શકે છે. કોંગ્રેસ ધારે તો તેમને લીગલ મદદ કરી શકે છે પણ માત્ર તેમના ઉપર જ અત્યાચાર થયો એમ માનીને વિશેષ સત્ર બોલાવા ની માંગ કરી છે તે તેમની માનસિક સંકુચિતતા દર્શાવે છે.
નિરીક્ષકો માને છે કે પરેશ ની આ માંગણી પાછલ હાર્દિક પટેલ નું કોઈ દબાણ હોય તો નવાઈ નહીં લાગે.
આખાં ગુજરાત માં પીવાના પાણીની સમસ્યા વકરી છે. લોકો વલખાં મારી રહ્યા છે. મોંઘવારી એ માઝાં મુકી છે. તેની ચર્ચાઓ માટે વિશેષ સત્ર યોજવામાં આવે તેવી માંગ કરવી જોઈએ. તેનાં બદલે માત્ર એક જ સમાજ માટે વિશેષ સત્ર યોજવા ની માંગણી યા તો તેમની સંકુચિત માનસિકતા છતી કરે છે કે પછી તેમની આ માંગણી પાછળ હાર્દિક પટેલ નો દોરી સંચાર હોવો જોઈએ. કોંગ્રેસનાં કાર્યકરો માં આ અંગે છૂપો રોષ પણ વ્યક્ત થઈ રહયો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.