Home ગુજરાત ગુજરાતના 220 તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી

ગુજરાતના 220 તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી

27
0

રાજ્ય સરકારે ખેડૂતોને મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી

3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ

(જી.એન.એસ),તા.૨૮

ગાંધીનગર

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક બરબાદ થઇ ગયો છે. ગુજરાતના 220 તાલુકાઓમાં માવઠાની આફત ત્રાટકી છે. રાજ્યના લાખો ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સરકારે ખેડૂતોને આ મહાઆફતમાંથી બહાર કાઢવાની કોશિશ તેજ કરી છે. સરકાર જલ્દી જ ખેડૂતોને સહાય આપશે. જેના માટે સરકારે સર્વેની કામગીરીની શરૂઆત કરી દીધી છે. સરકારનું અનુમાન છે કે કપાસ, તુવેર અને એરંડામાં નુકસાનની સૌથી વધુ શક્યતાઓ છે. 3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને નુકસાનનો અંદાજ છે.

રવિ સિઝનનો પાક પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાની શક્યતા નહીંવત છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હશે, તે નિયમોનુસાર સહાયને લાયક બનશે. 86 લાખ હેક્ટરમાં વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જેમાં 7 લાખ હેક્ટરમાં દિવેલા પાકનું વાવેતર છે. 2 લાખ હેક્ટરમાં તુવેરના પાકનું વાવેતર છે. 20થી 25 લાખ હેક્ટરમાં પાકને અસર પહોંચી છે. 3થી 4 લાખ હેક્ટરમાં ઉભા પાકને અસરનો અંદાજ છે. રવિ સિઝનમાં 45 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર ઉગતી અવસ્થામાં છે. વાવેતર પ્રારંભિક અવસ્થામાં હોવાથી નુકસાન શક્યતા નહીંવત છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field