Home અન્ય રાજ્ય ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ...

ગુજરાતના વાતાવરણમાં પલટો અને વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના લોકોના મોત

28
0

(જી.એન.એસ) તા. 14

સુરેન્દ્રનગર/નર્મદા,

ગુજરાતમાં વાતાવરણમાં પલટો; વાવાઝોદૂ અને કમોસમી વરસાદના લીધે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે. બીજી બાજુએ ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ છે. તેમને ઉનાળુ પાકને લઈને ચિંતા છે. 

રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે. અરવલ્લીમાં બાઇક સવાર પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. ખેતરમાં મહિલા પર વીજળી પડતા મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડતા કેટલાક પશુઓના મોત થયા હતા. ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના બે ગામોમાં વીજળી પડતા બે બાળકો સહિત ત્રણના મોત થયા હતા. દાભવણ ગામે વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. બેને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કુકરદા ગામે પણ વીજળી પડતા એકનું મોત થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપતંજલિની ભ્રામક જાહેરાત કેસની આજની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો
Next articleવિસનગર તાલુકામાં તરભ ગામ નજીક માર્ગ અકસ્માતમાં બે લોકોના કરુણ મોત