(જી.એન.એસ) તા. 28
ગાંધીનગર/પોરબંદર,
ગુજરાતના દરિયાકાંઠા નજીકથી ડ્રગ્સ ઝડપાયું. ભારતીય જળસીમા નજીક સુરક્ષા એજન્સીઓએ મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓને બાતમી મળી હતી, બાતમીના આધારે કાર્યવાહી કરતા NCB અને કોસ્ટગાર્ડએ ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના દરિયાકાંઠા નજીકથી સુરક્ષા એજન્સીઓ દ્વારા આશરે 90 કિલોના ડ્રગના જથ્થા સાથે 14 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આશરે 600 કરોડની કિંમતનાં ડ્રગ્સની સાથે 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી. ગુજરાતના દરિયાકાંઠા નજીકથી આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીકથી ડ્રગ્સ ઝડપાયું છે.
સુરક્ષા એજન્સીએ જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એ ટી એસ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાતના દરિયાકાંઠે આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન નજીક આશરે 90 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુપ્તચર માહિતીના આધારે એજન્સીઓ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.