Home મધ્ય ગુજરાત અમદાવાદ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી

18
0

હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી

(જી.એન.એસ),તા.૨૨

અમદાવાદ,

વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં 40 થી 41 ડિગ્રી ગરમી રહી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 16 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બોટાદના રાણપુરમાં એક ઈંચ વરસ્યો હતો. જોકે રાજ્યમાં બે દિવસ પછી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. સોમવારથી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા રહેશે. વાદળછાયા વાતાવરણના કારણે હાલ બફારાનો અનુભવ થઈ રહ્યો છે. ચોમાસું દક્ષિણ ગુજરાત પહોંચી ગયા પછી ત્યાં જ સ્થિર થયું છે. ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી તો થઈ, પરંતુ ચોમાસું કેમ કરીને દક્ષિણ ગુજરાતથી આગળ વધતુ જ નથી. ગુજરાતના બાકીના જિલ્લાઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે, ત્યારે એક આનંદના સમાચાર આવ્યા છે. હવામાન આગાહીકાર અંબાલાલની વરસાદની લઇને મોટી આગાહી આવી છે. તેમણે ભવિષ્યવાણી કરી કે, 23 જુન બાદ ગુજરાતમાં વરસાદ આવશે. 28થી 30 જુન વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો બીજી તરફ, હવામાન વિભાગે પણ આગામી 23 મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જોકે, હાલમાછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કીમી પ્રતિ કલાકની રહેશે, જેમાં વાવાઝોડા જેવા પવનનો અહેસાસ થશે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચોમાસું હજુ પણ નવસારીમાં જ અટક્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે. પરંતું આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે.

22 જૂનની અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરી, અને આ સાથે 23 જૂનના દિવસે બનાસકાંઠા ,સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ ,મહીસાગર ,વડોદરા ,છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ,સુરત ,ડાંગ ,નવસારી , વલસાડ ,તાપી ,દમણ  દાદરા નગર હવેલી ,પોરબંદર ,જુનાગઢ ,અમરેલી ,ભાવનગર, ગીર સોમનાથ ,દીવ ,કચ્છમાં વરસાદની આગાહી કરી છે, 24, 25 અને 26 જુને વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી કે રાજ્યના ખેડૂતો માટે અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે. 17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી છે.  તેમણે કહ્યું કે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, લાઠી, બાબરા, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત પેટલાદ, કપડવંજ, મહેસાસાણા, ખંભાત, તારાપુર, દાહોદ, પંચમહાલમાં વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદની આગાહી છે. ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ આદ્રા નક્ષત્રમાં પડશે. આદ્રા નક્ષત્રમાં પાડનાર વરસાદ ખૂબ સારો ગણાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleશાળાના સંચાલકોની વધતી જતી ફરિયાદો સામે શિક્ષણ અધિકારી નો કડક પરિપત્ર
Next articleઅમૂલે કાઠિયાવાડી છાશ લોન્ચ કરી