(જી.એન.એસ) તા. 27
ગુજરાતના એક પૂર્વ આઈએએસ અધિકારી એસ. કે નંદા નું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા, મળતી માહિતી મુજબ એસ. કે. નંદા 1978ની બેચના આઈએએસ અધિકારી હતા. જ્યારે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ, ડાંગ, વડોદરા અને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે.
સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે એસકે નંદા પોતાના પરિવાર સાથે 22 જુલાઈના રોજ અમરેકિના પ્રવાસે ગયા હતા. અહીં શનિવારે વહેલી સવારે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ પોતાના કાર્યકાળમાં અનેક જિલ્લાઓમાં પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આ સાથે સાથે રાજ્ય સરકારના મુખ્ય સચિવ તરીકે પણ ફરજ બચાવી ચૂક્યા છે. તેમણે તત્કાલિન મુખ્યમંત્રી 2012-2014 માં પણ અધિક મુખ્ય સચિવ તરીકે સેવાઓ આપી હતી. જૂનાગઢ, ડાંગ, વડોદરા અને બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટરની ફરજ બજાવ્યા બાદ તેમણે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટડના ચેરમેન તરીકે પણ પોતાની ફરજ અદા કરી હતી. ત્યારે બાદ પોતાના લાંબા કાર્યકાળ બાદ 2016 માં પોતાની સેવા પરથી નિવૃત થયા હતા. નોંધનીય છે કે, એસકે નંદા રેડિયો ઓપરેશનના નિષ્ણાંત મનાય છે. તેમણે કેટલા મહત્વના ઓપરેશન પાર પાડ્યા હતા. જેમ કે, ગુજરાતમાં ત્રાટકેલ બિપોરજોય વાવાઝોડામાં પણ મહત્વની કામગારી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.