Home ગુજરાત ઉત્તર ગુજરાત ગીર સોમનાથમાં દારૂના નાશ વખતે જ એ.એસ.આઈ દારૂ ચોરતા પકડાયો

ગીર સોમનાથમાં દારૂના નાશ વખતે જ એ.એસ.આઈ દારૂ ચોરતા પકડાયો

7
0

(જી.એન.એસ) તા.૬

ગીર સોમનાથ,

બે કોથળા અને બે બેગ ભરી દારૂ POLICE પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો પોલીસનું કામ દારૂ પકડવાનું છે પણ ગીર સોમનાથમાં વાડ જ ચીભડા ગળે તેવો ઘાટ સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી નાશ કરવા માટેનો દારૂ ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. આ ઘટના ગીર-સોમનાથ જિલ્લામાં બની હતી.  જ્યાં ગીર ગઢડા પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપાયેલા દારૂના જથ્થોનો ઉના ખાતે નાશ કરવાનું આયોજન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી આ દારૂનો જથ્થો ટ્રેક્ટર મારફત ઉના લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મનુ કરશનભાઈ વાજાએ દારૂના આ જથ્થામાંથી બે કોથળા અને બે બેગ ભરી દારૂ POLICE પ્લેટ ધરાવતી ખાનગી કારમાં છુપાવી દીધો હતો. જોકે આ પકડાયેલો દારૂ ચોરી કરતો પોલીસકર્મી પકડાઈ ગયો હતો, જેથી PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો લઈ કહ્યું હતું કે હમણાં ધોકો લઈશ ને સડેલા, તારા લીધે અમારી ઈમેજ ડાઉન કરવાની?’જે અંગેની જાણ જાગ્રત નાગરિકો દ્વારા ઉના Dy.SPને કરાતાં ASI મનુ વાજાએ ઉનામાં ઉના શુગર ફેક્ટરીના ગ્રાઉન્ડ ખાતે દારૂનો નાશ કરાતો હતો ત્યાંથી દોટ મૂકી પોતાની ખાનગી કાર લઇ નાસી જવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે જાગ્રત નાગરિકોએ કારના દરવાજાઓ ખોલાવતાં બે કોથળા અને બે બેગ જેટલો વિદેશી દારૂનો જથ્થો આ ખાનગી કારમાંથી મળ્યો હતો અને દારૂનો બીજો જથ્થો આસપાસની ઝાડી-ઝાંખરાઓમાં ફેંકી દેવાયેલો હતો. આ દારૂના જથ્થા અંગે ASI મનુ વાજાને સ્થાનિકો દ્વારા પૂછવામાં આવતાં આ દારૂનો જથ્થો સેમ્પલ હોવાનું રટણ રટ્યું હતું. આ ASI મનુ વાજાની કારમાંથી આટલી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં જિલ્લા પોલીસવડાએ આ ગીર ગઢડા પોલીસ મથકના ASI મનુ વાજા વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના ઉના પોલીસ મથક વિસ્તારની હોવાથી ઉના PI મહેન્દ્રસિંહ રાણાએ મનુ વાજાનો ઊધડો પણ લીધો હતો.ઉના PI અને ગીર ગઢડા ASIનો વાર્તાલાપ ઉના PI એમ.એન.રાણા: તું શું પોઇન્ટ મારશ. ASI મનુ વાજા: હું સાહેબ અહીં હતો. ઉના PI એમ.એન.રાણા: હવે ત્યાંની તું ક્યાં ***, હમણાં ધોકો લઈશ, ક્યારનો મંડાણો છે. તારા હિસાબે અમારે અમારી ઈમેજ ડાઉન કરવાની, સડેલા ASI મનુ વાજા: એમ નહીં, સાહેબ હું તો અહીં હતો, સાહેબે કીધું, મૂકતાં આવો સેમ્પલ. ઉના PI એમ.એન.રાણા: શું સાહેબે કીધું પૂરી જ દેવાનો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field