(જી.એન.એસ) તા. 19
ગીર સોમનાથ,
એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા ગીર સોમનાથમાંથી SLR ઓફિસમાંથી આ લાંચિયો અધિકારી 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ ઘટના ની વાત કરી તો, ગીર સોમનાથ જિલ્લાની એસ.એલ.આર કચેરીમાં ફરિયાદીએ પ્રોપર્ટીકાર્ડ કઢાવવા માટે પ્રમોલગેશનની અરજી આપેલી હતી અને જે અરજી મંજૂર કરવાની કાર્યવાહી કરવાના આક્ષેપિતે અરજદાર પાસેથી રૂપિયા 1,50,000ની ગેરકાયદેસર લાંચની રકમની માગણી કરવામાં આવી હતી અને આ બાબતે રકઝકના અંતે આક્ષેપિતે રૂપિયા 1,30,000માં કામ કરી આપવાનું નક્કી કર્યું હતું. જે પૈકી રૂપિયા 1,00,000 આજે ફરિયાદી પાસે મગાવવામાં આવ્યા હતા અને બાકીના રૂપિયા 30,000 પછીથી આપવાનું કહ્યું હતું. આમ, ફરીયાદીએ લાંચની રકમ આપવા માગતા ન હોય ગીર સોમનાથની ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતાં આજ રોજ ફરિયાદીની ફરિયાદના આધારે લાંચનું છટકુ ગોઠવીને એસ.એલ.આર.કચેરી, ઈણાજ ખાતે આરોપીને સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.