Home ગુજરાત ગીર પંથકમાં  સિંહોનો જીવ બચાવવા ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો

ગીર પંથકમાં  સિંહોનો જીવ બચાવવા ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો

13
0

માર્ગ પરની ગતિવિધીઓ પર હાઈ ટેક કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા નજર રખાશે

(જી.એન.એસ)જૂનાગઢ,તા.૨૫

જૂનાગઢના ગીર પંથકમાં વન વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો છે. અહીં સિંહોનો જીવ બચાવવા માટે ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ પ્રોજેક્ટ લાગુ કરાયો છે. ગીર સ્પીડ મોનીટરિંગ સિસ્ટમ અંતર્ગત અધ્યતન કેમેરા અને કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. મેંદરડાથી સાસણ રોડ (S.H. 26) પર આ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે મુસાફરોના વાહનોની ગતિ મર્યાદા 30 km રાખવા મદદરૂપ સાબિત થશે. વન્ય જીવોનાં સરક્ષણ માટે આ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થઈ શકે છે. ગીર પંથકના માર્ગ પરની ગતિવિધીઓ પર હાઈ ટેક કેમેરા અને કંટ્રોલ રૂમ દ્વારા નજર રખાશે. મેંદરડાથી સાસણ સુધીના રાજ્ય ધોરી માર્ગ પર નવી સિસ્ટમ કામ કરતી જોવા મળશે. જેમાં સેન્સર આધારિત કેમેરાનો ઉપયોગ કરીને માર્ગ પર કોઈ વન્ય પ્રાણીની હાજરી છે કે કેમ તેની માહિતી આપવામાં આવશે. માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાના દ્રશ્યો માર્ગ પર જ ઉપલબ્ધ LCD ટીવી મારફતે જોઈ શકાશે. દરેક વાહનને સ્પીડ માટે સૂચિત કરવામાં આવશે. વાહનને ગતિ મર્યાદામાં ચલાવવા માટે પણ દિશા-નિર્દેશો સતત વિડીયો મારફતે મળી રહેશે. આ ઉપરાંત જે વાહનો મર્યાદા કરતા વધુ સ્પીડમાં ગાડી હંકારશે તો તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવશે. વાહનના રજિસ્ટ્રેશન નંબર પરથી કાર્યવાહી કરવામાં આવશે.  આ સિસ્ટમ માત્ર દિવસે જ નહિ, રાત્રે પણ કાર્યરત રહેશે. સિસ્ટમમાં નાઈટ વિઝન કેમેરા પણ ફીટ કરવામાં આવ્યા છે. જે રાતના અંધારામાં રસ્તા પરથી પસાર થતા વન્ય પ્રાણીની હાજરીની માહિતી આપશે. આ માટે  LCD માં ડિસ્પ્લે કરી શકાય તેવા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પ્રાણીઓને શોધવા માટે અધતન થર્મલ ઓપ્ટિકલ કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સમગ્ર સિસ્ટમ સેન્સર આધારિત હોવાથી ખૂબ જ ઝડપથી વન્ય જીવની હાજરી પારખીને વાહનચાલકોની અમર્યાદિત ગતિવિધિને પણ તુરંત રોકી શકવામાં મદદ મળશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહૈદરાબાદ સાયબર ક્રાઇમ પોલીસની ગુજરાતનાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યવાહી
Next articleવોર ફિલ્મ ‘બોર્ડર 2’માં વરુણ ધવનની એન્ટ્રી