સમગ્ર ભારતની અંદર પઠાણ ફિલ્મના એક સોંગનો વિરોધ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ભગવા રંગના કપડાં પહેરી આ સોંગમાં બેશરમ શબ્દને ઉલ્લેખવામાં આવ્યું છે જેને લઈ ભારત ભરમાં વિરોધ થઈ રહ્યો છે. બેશરમ જે શબ્દ છે જેમાં સાધુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આજે કલેક્ટર કચેર ની ખાતે આવેદનપત્ર પાઠવી આ પઠાણ ફિલ્મનું સોંગ રિલીઝ ન કરવા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ પઠાણ ફિલ્મના સોંગને લઈ ગીરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, આ ફિલ્મની અંદર જે શબ્દ બોલવામાં આવ્યા છે ભગવો કલર સનાતન હિન્દુ ધર્મની અસ્મિતા છે. આ સોંગમાં જે રીતે શબ્દોનો અને કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
જેમાં સમગ્ર સાધુ સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. અને મુસ્લિમ સમાજના માણસોનીનલાગની દુભાણી છે કારણ કે તે સોંગ માં પયગંબરના લીલા રંગ ને પણ બતાવવામાં આવ્યો છે. સમગ્ર હિન્દુસ્તાની અંદર જે આ પઠાણ ફિલ્મ છે એનો વિરોધ થઈ રહ્યો છે તો એની અંદર જે બેશરમ શબ્દ આવે છે અને ભગવા કપડા છે ત્યારે આ શબ્દને ફિલ્મમાં ના રાખવામાં આવે તેવો સાધુ સંતોનો વિરોધ છે.
વધુમાં ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે ફિલ્મ સાથે વિરોધ નથી કેમકે ફિલ્મ પણ એક અર્થતંત્રનું ભાગ છે. બેશરમ શબ્દ અને ભગવા કલરનો વિરોધ છે. આ ફિલ્મના કલાકારોને અને ડાયરેક્ટરે સમજવું જોઈએ કે આવા દ્રશ્યોથી કોઈ પણ સમાજને લાગણી દુબઈ તો એવા દ્રશ્યો ફિલ્મની અંદર લાવવા જ ન જોઈએ.
ગિરનાર મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે જો પઠાણ ફિલ્મમાંથી આ ભગવા રંગને કાઢવામાં નહીં આવે તો આગામી શિવરાત્રીનો સાધુ સમાજ દ્વારા બહિષ્કાર કરવામાં આવશે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.