(જી.એન.એસ),તા.૧૦
ગાંધીનગર,
ગાંધીનગરના ગિફ્ટસિટીમાં પર્સ ચોરી અને ATM ચોરીને અંજામ આપતા બે રીઢા ચોરને LCBએ ઝડપી પાડ્યા છે. આરોપીએ ગિફ્ટસિટીમાંથી વેપારીના પર્સની ચોરી કરી હતી. પર્સમાં જ ડેબિટ કાર્ડનો પાસવર્ડ લેખેલો હોવાથી આરોપીએ ATMમાં જઈને 1.30 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આરોપીઓ રૂપિયાની ઉઠાંતરી માટે ATMમાં ગયા ત્યારના સીસીટીવીના આધારે પોલીસે આરોપીને દોબોચી લીધા છે. બન્ને આરોપી રીઢા ગુનેગાર હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર જાણીતી વ્યક્તિના કાર્યક્રમો અંગે માહિતી મેળવતા પછી જ્યાં કાર્યક્રમ હોય ત્યાં પહોંચી જઈને ભીડભાડનો લાભ ઉઠાવીને પર્સ, વગેરેની ચોરી કરતા હતા. બન્ને વિરુદ્ધ ચોરી અને મારામારીના અનેક ગુના નોંધાયા છે. આરોપી ઈરફાનને 4 વખત પાસા હેઠળ સજા કરવામાં આવી છે. જ્યારે સરફરાઝને એક વખત પાસા હેઠળ સજા કરવામાં આવી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.