Home દેશ - NATIONAL ગાઝીયાબાદમાં પતિએ પત્નીનું નાના ભાઈ સાથે અફેરની શંકા રાખી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાંનો...

ગાઝીયાબાદમાં પતિએ પત્નીનું નાના ભાઈ સાથે અફેરની શંકા રાખી ક્રૂરતાપૂર્વક હત્યા કર્યાંનો કેસ સામે આવ્યો

51
0

મિસલગઢીમાં સોમવારે સવારે ચાર વાગ્યે ટીનાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ મામલે પોલીસે તેના પતિ ગૌરવની ધરપકડ કરી છે. સાત વાગ્યે ધરપકડ થયા પછી તેણે ગુનો કબૂલ્યો હતો અને પોલીસને કહ્યુ હતુ કે, ટીનાનું અન્ય કોઈ સાથે અફેર ચાલતું હતું. આરોપીએ જણાવ્યું હતું કે, હું દારૂ પીને આવ્યો ત્યારે ટીનાએ ઝઘડો કર્યો હતો. તેથી મને ગુસ્સો આવ્યો અને મેં તેને મારી નાંખી હતી.

તેણે પહેલાં બેઝબોલના બેટથી ટીનાનું માથું ફોડી નાંખ્યુ હતુ અને ત્યારબાદ તેનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. તે મરી ગઈ છે તેવી પુષ્ટિ કરીને ઘરેથી ભાગી ગયો હતો. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, સવારે સાત વાગ્યે એક યુવકનો ફોન આવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે, ગોવિંદપુરમ પાર્ક પાસે ગૌરવ નામનો યુવાન બેહોશ પડ્યો છે. તેના કપડાં લોહીથી લથબથ છે. તે પત્નીની હત્યા કરીને આવ્યો છે.

હકીકતમાં જેણે ફોન કર્યો હતો તે યુવાન ગૌરવને ઓળખતો હતો. તેણે ગૌરવની હાલત જોઈ તેના ઘરે ગયો હતો. તેણે ગૌરવના પરિવારજનોને જણાવ્યુ હતુ કે, ગૌરવ પાર્કમાં બેભાન પડ્યો છે. આ સાંભળતા જ પરિવારના લોકો ઘરે તાળું મારીને ફરાર થઈ ગયા હતા.

પોલીસે ગૌરવની પાર્કમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે તેણે કહ્યુ હતુ કે, નવ મહિના પહેલાં ડિસેમ્બર 2021માં બંનેના લગ્ન થયા હતા. તેને એવું લાગતું હતું કે ટીના તેને પ્રેમ કરતી નથી, જ્યારે તેના નાના ભાઈનું વધારે પડતું જ ધ્યાન રાખે છે. તેને શંકા હતી કે બંને વચ્ચે અફેર છે. જો કે, તેને કોઈ સાક્ષી મળ્યું નહોતું.

એસપી દેહાત ડો. ઇરજ રાજાએ જણાવ્યું હતું કે, ટીનાની હત્યામાં વપરાયેલું બેઝબોલનું બેટ અને દુપટ્ટો જપ્ત કરવામાં આવ્યો છે. હત્યા કરવાનું કારણ સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, ગૌરવની દારૂ પીવાની ટેવ અને પત્ની ટીના પર શંકા રાખવાને કારણે તેણે હત્યા કરી નાંખી છે.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field