(GNS),30
ગાઝા સામે યુદ્ધે ચડેલા ઇઝરાયેલે, સ્ટારલિંક ઇન્ટરનેટના માલિક એલોન મસ્કને ચેતવણી આપી છે. ઈઝરાયેલે કહ્યું છે કે, તેઓ સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા ગાઝામાં બંધ કરવા માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે. એલોન મસ્કે જાહેરાત કરી હતી કે તેઓ ગાઝામાં સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા પ્રદાન કરશે. સ્ટારલિંક યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી જાળવી રાખવામાં મદદ કરશે. જેના વડે માનવીય મદદ લોકોને મળી રહે..
એલોન મસ્ક દ્વારા યુદ્ધગ્રસ્ત ગાઝા પટ્ટીમાં ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવાની જાહેરાત બાદ ઈઝરાયેલ મસ્કની સામે થયું છે. ઇઝરાયલે મસ્કના નિર્ણય સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે અને મસ્કને આમ ના કરવાની ચેતવણી આપી છે. અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કે માનવીય ભાવનાઓ હેઠળ ગાઝામાં સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે. માનવીય આપત્તિઓમાં કામ કરતી સંસ્થાઓ, ઈન્ટરનેટ સેવાનો ઉપયોગ કરી શકશે..
એલોન મસ્કના ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવાના નિર્ણય પર ઈઝરાયેલના કોમ્યુનિકેશન મિનિસ્ટર શ્લોમો કારહીએ વળતો પ્રહાર કર્યો છે. ઇઝરાયેલના મંત્રીએ કહ્યું કે, તેઓ તમામ માધ્યમોનો ઉપયોગ કરીને સ્ટારલિંકની ઈન્ટરનેટ સેવા રોકવા માટે પ્રયાસ કરશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે, ગઈ સાત ઓક્ટોબરથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયેલના સતત બોમ્બમારાથી ગાઝા તબાહ થઈ ગયુ છે. ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં સતત આવી રહેલા વિક્ષેપને કારણે, સમયસર માનવીય સહાય પૂરી પાડવામાં પારવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે..
આમા હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ યોગ્ય સારવાર મળી નથી રહી. આવા સંજોગોમાં, એલોન મસ્કે, ગાઝામાં સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાની જાહેરાત કરી છે. સ્ટારલિંક ઇન્ટરનેટ સેવા, માન્યતાપ્રાપ્ત સહાયક સંસ્થાઓ માટે કાર્યરત કરવામાં આવશે. પરંતુ ઈઝરાયેલને ડર છે કે, હમાસ એલોન મસ્કની સ્ટારલિંક કનેક્ટિવિટીનો ગેરઉપયોગ કરી શકે છે. ઈઝરાયેલના મંત્રી કરહીએ આ મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. કારહીએ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે ગાઝામાં સ્ટારલિંક ઈન્ટરનેટ કનેક્ટિવિટી રોકવા માટે ઇઝરાયેલ તમામ પ્રયાસો કરશે..
ઈઝરાયેલના કોમ્યુનિકેશન મિનિસ્ટર શ્લોમો કારહીએ કહ્યું કે, હમાસ સ્ટેરલિંકની ઈન્ટરનેટ સેવાનો દુરઉપયોગ ઈઝરાયેલ વિરુદ્ધ કરશે. તેમણે વધુમાં કહ્યું કે તેમની ઈઝરાયેલનુ કોમ્યુનિકેશન મંત્રાલય સ્ટારલિંક સાથેના તમામ સંબંધો તોડી નાખશે. અમેરિકાના સાંસદ એલેક્ઝાન્ડ્રિયા ઓકાસિયો-કોર્ટેઝે ગાઝામાં ઈઝરાયેલ દ્વારા ઈન્ટરનેટસેવા અટકાવી દેવા પર સવાલ ઉઠાવ્યા હતા. અમેરિકાના સાંસદની પોસ્ટનો જવાબ આપતા, એલોન મસ્કે ગાઝામાં સ્ટારલિંક ઈન્ટરનેટ સેવા પૂરી પાડશે તે અંગે વાત કરી હતી. અગાઉ, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ દરમિયાન એવા અહેવાલો આવ્યા હતા કે, એલોન મસ્કે યુક્રેન માટે સ્ટારલિંક ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.