(જી.એન.એસ) તા. 17
નવી દિલ્હી,
કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર ભાજપ દ્વારા ફરી એકવાર ભ્રષ્ટાચાર મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા જેમાં, પ્રવક્તા ગૌરવ ભાટિયાએ રૉબર્ટ વાડ્રાને ભૂ-માફિયા ગણાવી આક્ષેપ કર્યો છે કે, ‘તેમણે ખેડૂતોની જમીન હડપી લીધી. તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધી કહ્યું કે, તેઓ નેશનલ હેરાલ્ડ કેસમાં સામેલ છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં તેમણે દિવંગત પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સ કૌભાંડમાં સામેલ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.’
ભાજપ પ્રવક્તાએ કહ્યું કે, ‘ગાંધી પરિવાર વારસાગત ભ્રષ્ટ અને વારસાગત ચોર છે, તે કહેવું ખોટું નથી. વાડ્રાએ ખેડૂતોની જમીન હડપી લેવાનું કામ કર્યું. શું ગાંધી પરિવારે કસમ ખાધી છે કે, તેઓ જ્યાં પણ જશે, ત્યાં ભારત અને ખેડૂતોની જમીન લૂંટશે? આ લોકો એટલા બેશરમ છે કે, સવાલ સાંભળવા પણ માંગતા નથી. આ લોકો ઈચ્છતા નથી કે, કોઈ તેમને પ્રશ્ન કરે. કોંગ્રેસની દ્રષ્ટિએ અને તે લોકોની દ્રષ્ટિએ રોબટ વાડ્રા એક મોટો જનનેતા છે, પરંતુ પ્રજાની નજરમાં તેઓ એક ભૂ-માફિયા અને ભ્રષ્ટ વ્યક્તિ છે, આ જ હકીકત છે.’
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) તા. 17 એપ્રિલે સતત ત્રીજા દિવસે રૉબટ વાડ્રાની પૂછપરછ કરી. વાડ્રાએ આ કાર્યવાહીના રાજકીય ગણાવી અને આક્ષેપ કર્યો કે, ‘સરકાર કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ઈડી દ્વારા ભાજપ સિવાયના નેતાઓ પર કાર્યવાહી થઈ રહી છે, જેના કારણે ઈડીની નિષ્પક્ષતા પર સવાલો થઈ રહ્યા છે.’
તેમણે આગલા દિવસે પૂછપરછ બાદ કહ્યું હતું કે, ‘ED મને ખૂબ પ્રેમ કરે છે તેથી જ તેઓ મને વારંવાર બોલાવતા રહેશે. જ્યારે પણ હું લોકો અથવા લઘુમતીઓના હિતમાં બોલું છું અથવા રાજકારણમાં પ્રવેશવાનું વિચારતો હોવાના સંકેત આપું છું, ત્યારે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનું શરૂ કરે છે. આ કેસમાં કંઈપણ નથી. કોઈપણ બાબત સમજવામાં 20 વર્ષ લાગતા નથી. હું 15 વખત તપાસ એજન્સીઓની ઓફિસમાં ગયો છું. મારી એક સમયે 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે.’
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.