(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે)ગાંધીનગર,તા.૬
ગાંધીના ગુજરાતમાં ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળામાં હાલત એવી છે કે ધો.7મા ભણનાર વિદ્યાર્થીને ગુજરાતી ભાષા વાંચતા-લખતાં બરાબર આવડતી નથી. જોડણીની જાણકારી તો જોજનો દૂરની વાત છે. કૂવામાં હોય તો હવાડામાં આવે એ કહેવત અનુસાર, સરકારે શાળાઓમાં એવું ભણાવ્યું કે પાટનગર ગાંધીનગરમાં જે પાણીની આધુનિક પરબ-સ્માર્ટ વોટર એટીએમ લગાવવામાં આવ્યું છે તેની ઉપર ગરવી ગુજરાતની સત્તાવાર ગુજરાતી ભાષામાં ગાંધીનગર(GANDHINAGAR) ને બદલે ગાંઘીનગર(GHANGHINAGAR) લખવામાં આવ્યું છે…!
આ સ્માર્ટ વોટર એટીએમ પર લખાણમાં થયેલા છબરડાનો ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સૂત્રોએ કહ્યું કે આમ પણ ભાજપ સરકારને ગાંધીજી સાથે બાર ગાઉંનું છેટુ છે. જો એમ ન હોત તો ગાંધીજીના હત્યારા ગોડસેને દેશભક્ત કહેનાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકૂરને ભાજપે સંસદમાં મોકલવાને બદલે સંસદની બહાર બેસાડી રાખી હોત. 2 ઓક્ટોબરના રોજ એક અન્ય સાધ્વી ગાંધીજીના પુતળાને ગોળી મારીને ગોડસેનો જયજયકાર બોલાવે છતાં ગાંધીના ગુજરાતમાં કોઇનું રૂંવાડુય ફરક્યું નહોતું. કોઇએ એ સાધ્વીનો વિરોધ ના કર્યો-જાણે કે ગાંધીજી તો આખા વિશ્વના છે આપણે શું….?
એવી માનસિક્તામાં માનનારાઓએ મહારાષ્ટ્રમાં રચાયેલી ઉદ્ધવ ઠાકરેની શપથવિધિના દ્રશ્યો યાદ કરવા જોઇએ. ઉદ્ધવ સહિતના તમામ મંત્રીઓએ શપથ લેતા પહેલાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને પગે લાગ્યા હતા…! એટલું જ નહીં શપથવિધિ સ્થળે મંચ પર શિવાજી મહારાજની પ્રતિમા ખાસ મંગાવવામાં આવી હતી. ગુજરાતમાં અનેક સરકારો અને સીએમની શપથવિધિ યોજાઇ, કોઇએ ગાંધીજીની પ્રતિમાને પગે લાગવાની તસ્દી લીધી…?
ગાંધીજી પ્રત્યેનો આટલા અણગમાનો પડઘો કદાજ આ એટીએમ પર ગાંધી શબ્દની ખોટી રીતે લખાયેલી જોડણી પાડી રહી છે….! સરકાર અને મનપાના સત્તાવાળાઓએ જોડણી સુધારવી જોઇએ એવી લાગણી વ્યક્ત થઇ રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.