Home ગુજરાત ગાંધીનગર: સમર્પણ કોલેજના વિધાર્થીઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

ગાંધીનગર: સમર્પણ કોલેજના વિધાર્થીઓએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

583
0

(જી.એન.એસ.રવીન્દ્ર ભદોરિયા)તા.૧૪

ગાંધીનગર ખાતે આવેલ સમર્પણ કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા શહીદોને યાદ કરી તેમણે અશ્રુભીંની શ્રદ્ધાજલિ અર્પિત કરવામાં આવી હતી.એક વર્ષ પેહલા કાશ્મીરના પુલવામા હુમલામાં સી.આર.પી.એફના કાફલા ઉપર હુમલો થયો હતો એ હુમલામાં ૪૦ જવાનો શહીદ થઈ ગયા હતા. ત્યારે આજે એ હુમલાને એક વર્ષ પૂર્ણ ગયો હોવા છતાં પણ આ હુમલાની ગુંજ દરેક ભરતીઓના કાનમાં ગુંજી રહી છે. આજે આ અવસર પર કોલેજના તમામ વિદ્યાર્થીઓએ અશ્રુભીની શ્રધાંજલિ અર્પણ કરી હતી.

સમર્પણ કોલેજના વિદ્યાર્થી ધવલ દવેએ જણાવ્યું હતું કે પુલવામામાં 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશ-એ-મોહંમદ (જૈશ)ના આત્મઘાતી હુમલાવરે સીઆરપીએફના કાફલા પર હુમલો કર્યો હતો. આ આતંકવાદી હુમલામાં 40 જવાનો મોતને ભેટ્યા હતા તમામ શહીદોને અમે શ્રદ્ધાજલી અર્પણ નું કાર્યકમ રાખવામાં આવ્યો છે. આજે દેશમાં જેટલા તેહેવારો આપણે ઉજવીએ છીએ એ દેશના જવાનોના કારણે જ ઉજવી શકીએ છીએ.

સમર્પણ કોલેજની વિદ્યાર્થીની નિશા જાનીએ વધુમાં જણાવ્યું હતું કે દેશની આન,બન,શાન દેશના જવાનો છે. એવા વીર શહીદ જવાનોને આજે ગાંધીનગર સમર્પણ કોલેજ ખાતે અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. પાકિસ્તાન પોતાની હરકતથી બાજ આવતું નથી જેથી આજે કાશ્મીરના પુલવામા ૪૦ જવાનોની શહાદત અમે એળે નહિ જવા દઈએ.આજે સમપર્ણ કોલેજના બધાજ વિદ્યાર્થીઓ શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે બ્લેક ડ્રેસ પેહરી પાકિસ્તાન વિરુધ નારેબાજી કરી જવાનીને શહાદતને યાદ કરી હતી. વેલેન્ટાઈન ડે હોવા છતાં આજે અમે આ ડે નું વિરુધ કરીએ છીએ. અને આજે દેશના જવાનો છે તો આપણે છીએ…

Previous articleસુપ્રીમનો ‘સુપ્રીમ’ આક્રોશ: શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો નથી? તો કોર્ટને તાળું મારી દો…!!
Next articleપુલવામા હુમલામાં શહીદોને યાદ કરી ગરવી ગુજરાત પાર્ટીએ આપી શ્રદ્ધાંજલી