Home ગુજરાત ગાંધીનગર: સબ વે રેસ્ટોરન્ટના માલિકે માનવતા નેવે મૂકી,ગ્રાહકની જ કરી છેતરપિંડી

ગાંધીનગર: સબ વે રેસ્ટોરન્ટના માલિકે માનવતા નેવે મૂકી,ગ્રાહકની જ કરી છેતરપિંડી

1460
0

(જી.એન.એસ,કાર્તિક જાની),તા.૨
આજ કાલ ઓનલાઈન નો જમાનો થઈ ગયો છે.ડીજીટલ ઇન્ડિયામા ઘણા ફાયદા પણ છે જ્યારે ઘણા ગેરફાયદા પણ છે. આજ કાલ લોકો જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ ઓનલાઈન મંગાવતા હોય છે.ઘણી વખત ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય તો તેમાં છેતરપીંડી થતી હોય છે તેવું પણ જોવા મળ્યું છે.અમે તમને એવી માહિતી જણાવીએ છીએ કે તમને સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે. આ ઘટના પાટનગરની જ છ.સબ વે રેસ્ટોરન્ટના માલિકે પૈસાની લાલચમાં માનવતા નેવે મૂકી એ ભૂલી ગયા કે આજ કાલ લોકો ગરીબો તેમજ જરૂરિયાત લોકોને જમાડવા માટે અન્નક્ષેત્ર ખોલતા હોય છે જેથી કોઈને ભૂખ્યું સૂવું ના પડે પરંતુ સબ વે રેસ્ટોરન્ટ ના માલિકે તો એવું કર્યું કે ગ્રાહક પાસે રૂપિયા પુરા લીધા અને નાસ્તો અધુરો આપ્યો આ સાંભળીને તમને જરૂર નવાઈ લાગશે પણ આ એક સત્ય વાત છે.ગાંધીનગરમા પેટ ભરવા માટે પૈસા આપી નાસ્તો મંગાવ્યો હોવા છતાં પણ સબ વે રેસ્ટરોરન્ટના માલિકને રાતો રાત માલા માલ થઈ જવાની લાલચ જાગી જેથી તેને પોતે જાણતો હોવા છતાં નાસ્તાના ઓડરમા અડધો મોકલ્યો અને ગ્રાહક પાસેથી પુરા પૈસા લીધા પણ એક કહેવત છે ને કે શેર ના માથે સવા શેર આ વખતે સબ વે ના માલિક ઉમેશ પટેલ છેતરપીંડી કરતા પકડાઈ ગયા આ ગ્રાહક જોડે એક વખત નહીં પણ અગાઉ પણ આવી ઘટના બનેલી છે. પરંતુ આ વખતે ગ્રાહકે સબ વે ના માલિક પાસે માફી પત્ર લખાવી લીધેલ અને પોતે કરેલ ગુનો કબુલ કરેલ.પરંતુ સવાલ એ છે કે સબ વે રેસ્ટોરન્ટના માલિકે આજ સુધી કેટલા ગ્રાહકોની ચોંટી મંત્રી હશે..? સબ વે રેસ્ટરોરન્ટ માલિક એટલી હદે ગયા કે ગ્રાહકના નાસ્તામાં પણ કટકી મારી આતો કેવી ભૂખ..? સબ વે હોટલના માલિકે માનવતાને નેવે મૂકી ભગવાન સમાન ગ્રાહકને પણ ના છોડ્યો. ત્યારે સવાલ એ છે કે શું સબ વે રેસ્ટોરન્ટ મા ગુણવતા પ્રમાણે નાસ્તો મળતો હશે..? કે પછી આમ પણ ભેળ સેળ કરવામાં આવતી હશે..? કેમ કે જે ઘટના બની છે તે જોતા તો એવું લાગે છે કે સબ વે રેસ્ટોરન્ટના માલિક ને રાતો રાત માલા માલ બની જવું લાગે છે એટલે જ એને માનવતા નેવે મૂકી ને ગ્રાહક જોડે છેતરપિંડી આચરી..

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field