(જી.એન.એસ),તા.૧૮
ગાંધીનગર,
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાની ત્રીમાસિક બેઠક મનપા કમિશનરનાં અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં કોવિડ તેમજ સીઝનલ ફ્લૂનાં શંકાસ્પદ કેસો શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા ઉપરાંત ઉનાળાની ઋતુ દરમ્યાન અખાદ્ય પદાર્થ વેચતા એકમો ઉપર આકસ્મિક ચેકીંગ કરી સઘન કાર્યવાહી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય શાખાની ત્રિમાસિક વિવિધ મીટીંગ મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ. જેમાં કોર્પોરેશન આરોગ્ય સંક્લન સમિતિ, માતા-મરણ / બાળ મરણ સમિતિ, ઈમ્યુનાઈઝેશન યક્ષ ફોર્સ સંચારી રોગ-ચાળો, ક્લાઈમેન્ટ ચેન્જ તેમજ તમાકુ નિયંત્રણ કમિટી અને સીટી-ટીબી ફોરમની દ્રિ-વાર્ષિક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટીંગમાં કમિશનર દ્રારા નેશનલ હેલ્થ મિશન અતર્ગત અધિકારી/ કર્મચારીઓની જગ્યા, આરોગ્ય કાર્યક્રમોની ત્રિમાશિક કામગીરી તેમજ ખર્ચ બાબતે વિસ્તૃત ચર્ચા કરી જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કોઈપણ જગ્યા ખાલી હોય તો તાત્કિલક ભરવા જણાવ્યું હતું. તેમજ સગર્ભાની નોંધણી, પ્રસુતા નોંધણી તથા બાળકોના રસીકણની કામગીરી 100% પુર્ણ કરવાની કરવા અનુરોધ કર્યો હતો.
નેશનલ ક્વોલિટી સ્ટાન્ડર્ડ અંતર્ગત 5 અર્બન હેલ્થ સેન્ટરનું રાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તાવાળું બનાવવા, માતા મરણ/ બાળ મરણના તમામ ઘરની મુલાકાત લઈ ચોક્કસ કારણ જાણી તેના ઉપાયો કરવા, NCD પ્રોગ્રામ અંતર્ગત 60 વર્ષથી ઉપરના તમામ વૃધ્ધોની ડાયાબીટીશ તથા હાઇપરટેન્શન રોગની તપાસ કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત અત્યાર હાલમાં કોવીડ તથા સીઝલન ફ્લુના શંકાસ્પદ કેસો શોધી તેની સઘન કામગીરી થાય તે માટે પણ જરૂરી સૂચનાઓ અપાઈ હતી. ત્યારે આગામી ઉનાળાની ઋતુને ધ્યાને લઈ બરફ ગોલા, શેરડીના રસ, તથા અન્ય ખાદ્ય પાદાર્થો માટે ફૂડ અને ડ્રગ્સ વિભાગ સાથે સંક્લન રાખીને ઘનિષ્ઠ કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તમામ બરફ ગોલા, શેરીના રસમાં કોલા વાળાની એક મીટીંગ રાખીને સ્વચ્છ પાણી તથા હાઈઝેનીક બાબતે ધ્યાન રાખવા સૂચના આપી આકસ્મિક ચેકીંગ કરવાની સૂચનાઓ અપાઈ હતી. આ સિવાય આગામી ઉનાળાની ઋતુમાં ઝાડા-ઉલ્ટીના કેસોના બનાવો, ફૂડ પોઈઝનીશના બાબતે બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા તાકીદ કરાઈ હતી. તમામ અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા આપવમાં આવેલ ટીબીના કેસોના ગળફા તથા ટીબીના દર્દીઓને દવા ઉપર ચૂકવાના લક્ષ્યાંક સમય મર્યાદામાં પૂર્ણ થાય તે જોવા પણ તાકીદ કરાઈ હતી. નોંધનીય છે કે,ટીબીના દર્દીઓને મનપાની ગ્રાન્ટમાંથી પોષણ કીટ આપવમાં આવે છે. જેમાં છેલ્લા 6 માસમાં કુલ 1862 ટીબીના દર્દીઓને કીટ આપવામાં આવેલ છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.