Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર તાલુકાના નાગરિકો સરળતાથી અને ઝડપથી દસ્તાવેજ કરાવી શકે તે માટે બહુમાળી...

ગાંધીનગર તાલુકાના નાગરિકો સરળતાથી અને ઝડપથી દસ્તાવેજ કરાવી શકે તે માટે બહુમાળી ભવન, સેક્ટર -૧૧ ખાતે બે નવીન સબ રજીસ્ટ્રાર કચેરીનો આરંભ

27
0

સી.સી.ટી.વી કેમેરાથી મોનીટરીંગની વ્યવસ્થાથી નોંધણી પ્રભાગના “અનુબંધ વચનમ” ના ધ્યેયને સાકાર કરતી અત્યાધુનિક સબ રજીસ્ટ્રાર કચેરીનું નિર્માણ રૂ. ૧ કરોડથી વઘુના ખર્ચે કરાયું.

(જી.એન.એસ),તા.૧૩

ગાંધીનગર,

ગાંધીનગર તાલુકામાં દસ્તાવેજની નોંધણી અર્થે આવનાર પક્ષકારોને ભારે ભીડભાડનો સામનો ન કરવો પડે અને દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ને ઝડપી બનાવવાના ઉમદા આશયથી ગાંધીનગરના બહુમાળી ભવન, સેક્ટર 11 ખાતે સબ રજીસ્ટ્રારની બે નવીન કચેરીનો આરંભ કરવામાં આવ્યો છે. આજે બન્ને કચેરીનો આરંભ ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.

સી.સી.ટી.વી કેમેરાથી મોનીટરીંગની વ્યવસ્થાથી નોંધણી પ્રભાગના “અનુબંધ વચનમ” ના ધ્યેય ને સાકાર કરતી આ અત્યાધુનિક સબ રજીસ્ટ્રાર કચેરીનું સરકારશ્રી દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. ગતિશીલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શહેરીકરણના વિકાસને પરીણામે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરમાં દસ્તાવેજોની નોંધણીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત વર્ષે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ખાતે કુલ ૬૦ હજાર કરતાં વધુ દસ્તાવેજોની નોધણી કરવામાં આવી છે.

સમગ્ર ગાંધીનગર તાલુકાના દસ્તાવેજો ફક્ત એક જ સબ રજીસ્ટ્રાર કચેરી કે જે જીલ્લા સેવા સદન, ગાંધીનગર ના ભોંયતળીયે સ્થિત છે ત્યાં જ નોંધાતા હતા. જેથી દસ્તાવેજની નોંધણી અર્થે આવનાર પક્ષકારોને ભારે ભીડભાડનો સામનો કરવો પડતો હતો. દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં પણ ભારે ઘસારાના લીધે વિલંબ થતો અને પક્ષકારોને લાંબો સમય રાહ જોવી પડતી હતી.

ગાંધીનગરના નાગરિકો સરળતાપૂર્વક અને ચોક્કસ સમયે સગવડપૂર્વક દસ્તાવેજોની નોંધણી કરાવી શકે તે માટે રાજ્ય સરકારે સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગરને તા.૦૧/૦૧/૨૦૨૪ થી ત્રણ ઝોન માં વિભાજીત કરી છે. જે અન્વયે ગાંધીનગર તાલુકાને ત્રણ ઝોન માં વિભાજીત કરી દસ્તાવેજની નોંધણી નું કાર્યભારણ કોઇ એક કચેરી પર ન આવે તથા ગાંધીનગર તાલુકા હેઠળના વિસ્તારો ૩ (ત્રણ) અલગ અલગ ઝોન માં વહેંચાતા નોંધણીની પ્રક્રિયા ઝડપી અને સરળ થઇ શકશે.

સબ રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ઝોન-૧ અને ઝોન-૨ ની નવિન કચેરીઓનું નિર્માણ રૂ.૧ કરોડ ૧૩ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. જે નવીન કચેરીઓ ગાંધીનગર બહુમાળી ભવનમાં પ્રથમ તથા બીજા માળે કાર્યરત કરવામાં આવી છે. નવનિર્મિત કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી માટે આવતા પક્ષકારોને કોઇ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સ્લોટ મુજબ પક્ષકારોને બેસવા માટે અલગ એ.સી. વાળા વેઇટીંગ રૂમની સુવિધા કરવામાં આવી છે.

પક્ષકારોને તરત માહીતી મળી રહે તે માટે દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયા, ઇન્ડેક્ષ, બોજા રિપોર્ટ, ખરી નકલો મેળવવા માટેની પધ્ધતીના માર્ગદર્શક નોટીસ બોર્ડ તથા ટી.વી.ની સુવિધા કરવામાં આવી છે. તેમજ અલાયદા ટોયલેટ અને પીવાના પાણીની સુવિધાયુક્ત કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કચેરીમાં સબ રજીસ્ટ્રારના સ્લોટ મુજબ અલગ અલગ નોઇસપ્રુફ વિડીયોરેકોર્ડીંગ થઇ શકે તેવી ચેંબર, ક્લાર્ક માટે અલગ ચેમ્બર, ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્કેનીંગ ઓપરેટર, સર્ચ અને સીક્કા ઓપરેટર માટે અલગ બેઠક, સાઇનીંગ બોર્ડની વ્યવસ્થા સાથેની અત્યાધુનિક કચેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કચેરીના આરંભ આરામ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી મેહુલ દેસાઈ, આઇજીઆર એન્ડ એસએસ શ્રી જેનુ દેવન, એઆઇજીઆર એન્ડ એએસએસ શ્રી જે.બી.દેસાઇ, ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતમાં પશુ સારવાર માટે ભારત સરકારની યોજના હેઠળ હાલમાં ૧૧૦ મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત; નવા ૧૭ યુનીટ કાર્યરત થશે
Next articleનિફ્ટી ફયુચર ૨૧૮૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!