’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના સુચારું આયોજનની માહિતી મેળવતાં જિલ્લા કલેકટરશ્રી
(જી.એન.એસ),તા.૧૮
ગાંધીનગર: શનિવાર:
ગાંધીનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આજરોજ જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
આ બેઠકમાં ઘારાસભ્યશ્રીઓ તરફથી રજૂ થયેલા પ્રશ્નો પર ચર્ચા- વિર્મશ સંબંધિત અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરશ્રીએ કર્યો હતો.
ગાંધીનગર જિલ્લામાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો આરંભ આગામી સપ્તાહમાં થનાર છે. તેના સુચારું આયોજન અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી કલેકટરશ્રીએ સંબંઘિત અધિકારીઓ પાસેથી મેળવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી હિતેશ કોયાએ વિવિઘ કચેરીઓના પડતર તુમારો, પેન્શન કેસો, ખાતાકીય તપાસ, વેરા વસુલાત, તાબા હેઠળની કચેરીઓની તપાસ, તકેદારી આયોગના પ્રશ્નો, આર.ટી.આઇ. જેવી બાબતો પર જિલ્લાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમની પાસેથી તમામ પત્રકોની આંકડાકીય માહિતી પણ મેળવી હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને મંત્રીશ્રી, સાસંદશ્રીઓ કે ઘારાસભ્યશ્રીઓના પ્રશ્નોને પ્રાઘાન્ય આપી પ્રજાલક્ષી કામોને પ્રાઘાન્ય આપવા પણ જણાવ્યું હતું. તેમજ બાકી સરકારી વસુલાત કરવા અંગે પણ અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય શ્રી જે.એસ.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, અધિક નિવાસી કલેકટરશ્રી ભરત જોષી સહિત સંબંઘિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.