રાજભવનથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગની સફાઈ કરી લોકો સુધી સ્વચ્છતા સંદેશ પહોંચાડાયો
(જી.એન.એસ),તા.૨૬
‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર, નેચર ફર્સ્ટ સંસ્થા તથા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૨૫ અને ૨૬ નવેમ્બર એમ બે દિવસીય સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 10 ટીમ દ્વારા રાજભવનથી વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગની આસપાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક એકત્રીકરણનો કાર્યક્રમ કરી લોકજાગૃતિ માટેનો ઉમદા સંદેશ પહોંચાડાયો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.એન વાઘેલાએ સ્વચ્છતા અભિયાનમાં પોતાનું યોગદાન આપી પ્લાસ્ટિક મુક્તિ માટે સૌને અનુરોધ કરતા જણાવ્યું હતું કે ગાંધીનગરને સ્વચ્છ અને હરિયાળુ બનાવવાની સાથે સાથે પ્લાસ્ટિક મુક્ત બનાવવા પણ સૌએ યોગદાન આપવાનું છે. પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ અને તેના યોગ્ય નિકાલની જવાબદારીને દરેક વ્યક્તિ નિભાવશે તો જ ભવિષ્યની પેઢીને આપણે સુંદર પ્રકૃતિની ભેટ આપી શકીશું એમ તેમણે જણાવ્યું હતું. જ્યારે નેચરફર્સ્ટના ઉપપ્રમુખ તથા પૂર્વ ગૃહ મંત્રીશ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘ખુદને જોડો નહીં ત્યાં સુધી કોઈ અભિયાન સફળ બનતું નથી માટે વહીવટી તંત્ર, સંસ્થાઓ કે સેવાભાવી વ્યક્તિઓ સ્વચ્છતા કરતા રહેશે તો પણ કાયમી સ્વચ્છતા જન ભાગીદારી વગર સંભવ નથી. દરેક નાગરિકે જાગૃત બની વ્યવસ્થા પ્રમાણે કચરાનો યોગ્ય નિકાલ કરવાની પોતાની ફરજ નિભાવશે અને કચરો ફેંકશે નહીં તો કોઈ સંસ્થાએ કચરો ઉપાડવો નહીં પડે. આ જ રીતે સ્વચ્છતા અભિયાન સફળ અને સંભવ બનશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.