જિલ્લા ચૂંટણી અધિકારીએ સાણંદ ખાતેના આદર્શ મતદાન મથક, સ્ટ્રોંગ રૂમ અને પી.બી.રૂમની મુલાકાત લીધી :- જરૂરી સૂચન- માર્ગદર્શન આપ્યું
(જી.એન.એસ),તા.૨૮
ગાંધીનગર,
ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ ૪૦ સાણંદ મતદાર વિભાગની મુલાકાત જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ લીઘી હતી. તેમણે આ મત વિભાગના અધિકારી- કર્મચારીઓ સાથે સાણંદ ખાતે બેઠક યોજી હતી.
ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં ૪૦ સાણંદ મતદાર વિભાગનો સમાવેશ થાય છે. જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવેએ આ મતદાર વિભાગની મુલાકાત લીઘી હતી. મુલાકાત દરમ્યાન તેમણે આદર્શ તેલાવ પ્રાથમિક શાળા ખાતે નિયત થયેલ મતદાન મથકની મુલાકાત લઇને તેના વિશેની માહિતી પ્રાંત અધિકારી અને મદદનશી ચૂંટણી અધિકારીશ્રી પાસેથી મેળવી હતી. તેની સાથે તેમણે આ મત વિભાગમાં નિયત થયેલ જી.ડી.જી. હાઈસ્કૂલ, નળસરોવર રોડ ખાતેના સ્ટ્રોંગ રૂમ અને પી.બી રૂમની મુલાકાત લીઘી હતી. ત્યાં આગળ તેમણે ઉપલબ્ધ તમામ વ્યવસ્થાની માહિતી મેળવી, પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમણે આ અંગેનું જરૂરી સૂચન અને માર્ગદર્શન પણ આપ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સાણંદ મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે થયેલ પૂર્વ આયોજન બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આ મત વિભાગના તમામ અધિકારી અને કર્મચારીઓ પાસેથી વ્યક્તિગત રીતે તેમની કામગીરી અંગેના આયોજનની માહિતી મેળવી હતી. કલેકટરશ્રીએ ૪૦ સાણંદ મતદાર વિભાગમાં આદર્શ મતદાન મથક, સખી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક સહિતની માહિતી ઉપરાંત મતદાન જાગૃત્તિ અંગેના કાર્ય અને મતદારોની મતદાન મથક ખાતેની સુવિઘાની માહિતી મેળવી હતી. તેમજ યુવા મતદારો સહિત મતદારો વઘુમાં વઘુ મતદાન કરે તેવા સુચારું આયોજન કરવા વિસ્તૃત માહિતી આપી હતી. ૮૫ વર્ષથી મોટી વયના મતદારોને ઘરે બેઠા મતદાનની સુવિઘા અંગેની સમજ પણ તેમણે આપી હતી.
આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ અદા કરનાર અધિકારી અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.