Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

29
0

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો

(જી.એન.એસ),તા.૨૯

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લામાંથી નાગરિકો દ્વારા ૧૧ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાંથી તમામ પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ આવ્યો હતો. 

નાગરિકોના પ્રશ્નોના સરળતાથી અને ઝડપી ઉકેલ માટે રાજયભરમાં બે દાયકાથી સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ ત્રિસ્તરીય સ્વાગત કાર્યક્રમ તાલુકા, જિલ્લા અને રાજય કક્ષાએ યોજાય છે. ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેષ કોયાના અઘ્યક્ષ સ્થાને કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે સપ્ટેમ્બર મહિનાના જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં લોક સમસ્યાને વાચા આપતાં વિવિઘ ૧૧ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાં ગટર વ્યવસ્થાપન, જમીન ફાળવણી, દબાણ, બેન્ક વ્યવહારની અનિયમિતતા, જમીન માપણી સંલગ્નનાં પ્રશ્નોની રજૂઆત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ થકી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ સર્વે અરજદારોની વાત તેમના સ્વમુખે સાંભળી હતી. જે પ્રશ્નની રજૂઆત થાય તે અંગે સંબંઘિત અધિકારીઓ પાસે તેનો પ્રત્યુત્તર સાંભળ્યો હતો. તેમજ અરજદારોના પ્રશ્નનો ઉકેલ શકય હોય તેટલો ઝડપી થાય તે માટે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગરના સેકટર-૧૭ના રહીશ યશપાલસિંહ જાડેજાના પ્રશ્નનું આવ્યું નિરાકરણ
Next articleગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ : કૃષિ મંત્રી રાઘવજી પટેલ