Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સ્ત્રી પુરૂષના મતદાનમાં ૧૦ ટકા તફાવત હોય તેવા વિસ્તારમાં આ...

ગાંધીનગર જિલ્લામાં સ્ત્રી પુરૂષના મતદાનમાં ૧૦ ટકા તફાવત હોય તેવા વિસ્તારમાં આ તફાવત દૂર કરવા માટે દૂઘ મંડળીઓ ખાતે અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા

40
0

(જી.એન.એસ),તા.૧૩

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં જયાં સ્ત્રી પુરૂષના મતદાનમાં ૧૦ તફાવત છે, તે મતદાન મથકોમાં મહિલાઓનું મતદાન વઘે તેવા ઉમદા ભાવથી દૂઘ મંડળીઓમાં આવતી મહિલાઓને અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.

                ગાંધીનગર જિલ્લામાં આવેલા પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં અમુક મતદાન મથકો કે જયાં સ્ત્રી – પુરૂષના મતદાનમાં ૧૦ ટકા તફાવત છે. તે તફાવત શૂન્ય ટકા કરવા માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ આ મતદાન મથકોમાં મહિલા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ આવે અને મહિલાઓનું મતદાન વધે તે માટે મતદાન જાગૃત્તિના અનેક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

                તાજેતરમાં ગાંધીનગર, કલોલ અને દહેગામ તાલુકાના જે મતદાન મથકોમાં સ્ત્રી – પુરૂષના મતદાનમાં ૧૦ તફાવત હતો, તેવા મતદાન મથકામાં દૂઘ મંડળી ખાતે દૂઘ ભરાવવા આવતી મહિલાઓ અને પુરૂષોને અવશ્ય મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ લોકશાહી દેશમાં મતદાન કેમ કરવું જરૂરી છે, તેમના એક મતનું મહત્વ શું છે, તે અંગેની જાગૃત્તિ આપવામાં આવી હતી. તેમજ તેઓ આગામી તા. ૦૭મી મે,  ૨૦૨૪ ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દરમ્યાન અવશ્ય મતદાન કરશે, સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગર જિલ્લામાં યોગ બોર્ડના કન્વીનર અને આયુષ તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતા યોગ વર્ગો માં ‘પહેલા મતદાન પછી જલપાન’, પરિવાર સાથે મતદાન ના શપથ લેવડાવવા આવી રહ્યા છે.
Next article21 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 102 પીસી અને અરુણાચલ અને સિક્કિમમાં 92 વિધાનસભા મતવિસ્તારો 19 એપ્રિલ, 2024ના રોજ મતદાન માટે તૈયાર