Home દેશ - NATIONAL ગાંધીનગર જિલ્લામાં યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા કરતાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

ગાંધીનગર જિલ્લામાં યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા કરતાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી

19
0

(GNS),05

ગાંધીનગર જિલ્લામાં મહત્વપૂર્ણ ૪૯ યોજનાકીય વિકાસ કામોની સમીક્ષા બેઠક ગૃહ રાજય મંત્રી અને ગાંધીનગર જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.

આ બેઠકમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર જિલ્લામાં વિકાસકીય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીનાં પ્રગતિ અહેવાલ ઉપસ્થિત સર્વે અધિકારીઓ પાસેથી મેળવ્યા હતા. તેમણે સરકારની વિવિઘ યોજનાકીય સહાય લાભાર્થીઓને સરળતાથી અને ઝડપી મળી રહે તે રીતે કામગીરી કરવા માટે સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. યોજનાકીય લાભ સાચા લાભાર્થીને જ મળે તેનું ઘ્યાન રાખવા પણ જણાવ્યું હતું. 

મંત્રીએ યોજનાકીય કામોની વિગત મેળવ્યા બાદ આગામી સપ્તાહમાં આ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક કરવા પણ જણાવ્યું હતું. આ બેઠકમાં એન.એફ.એસ.એ. રેશનકાર્ડ, પ્રઘાનમંત્રી જનઘન યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના, પૂરક પોષણ યોજના, પ્રધાનમંત્રી જીવન જયોત વિમા યોજના, બાળકો માટે રમકડાની બેંક, પ્રાકૃતિક કૃષિ અંતર્ગત તાલીમ, લાડુ વિતરણ યોજના, વિઘવા સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, વ્યક્તિગત શૌચાલય, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, પ્રઘાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) જેવી વિવિઘ ૪૯ યોજનાઓની કામગીરીની સમીક્ષા ગૃહ રાજય મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર હિતેષ કોયાએ સર્વે અધિકારીઓને પોતાની કચેરીમાંથી યોજનાકીય કામોની સચોટ માહિતી મેળવી શકાય તે માટે નોડલ અધિકારીની નિમણુંક કરવા જણાવ્યું હતું. તેમજ તમામ યોજનામાં લાભ લેનાર લાભાર્થીનો ડેટા એક સરખો તમામ કચેરીઓમાંથી આવે તે માટેની વિસ્તૃત માહિતી આપી હતી. તમામ વિકાસ કામોની માહિતી ખૂબ ઝડપી તૈયાર કરીને મોકલી આપવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલા, અધિક નિવાસી કલેકટર ભરત જોષી સહિત અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleટીમ ઈન્ડિયા 2 વર્લ્ડ કપની તૈયારીઓમાં.. 2 કેપ્ટન તો પુરજોશ
Next articleગુજરાત વિદ્યાપીઠના કુલપતિ અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ સંકુલની ઓચિંતી મુલાકાત લઈને  રિનોવેશનની કામગીરીનું નિરીક્ષણ કર્યું