કુડાસણ અને રાયસણ વિસ્તારમાં યોગ સાથે જોડાયેલા યોગાર્થીઓને સ્વસ્થ જીવન માટે યોગ જરૂરી છે, તેમ તંદુરસ્ત લોકશાહીના નિર્માણ કરવા અવશ્ય મતદાન કરીશું, તેવા શપથ લેવડાવ્યા
(જી.એન.એસ),તા.૧૩
ગાંધીનગર,
ગાંધીનગરના કુડાસણ અને રાયસણ વિસ્તારમાં યોગ સાથે જોડાયેલા યોગાર્થીઓને સ્વસ્થ જીવન માટે યોગ જરૂરી છે, તેમ તંદુરસ્ત લોકશાહીના નિર્માણ કરવા અવશ્ય મતદાન કરીશું, તે અંગેના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે. મતદાન કરીને લોકશાહીના અવસરમાં પરિવાર સાથે સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરીને સહભાગી બને તે માટે ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદાન અંગેની જાગૃત્તિનો લોકો સુધી સંદેશો પહોંચચડવા માટે વિવિધ ક્ષેત્રેના લોકોને જોડવામાં આવી રહ્યા છે.
આગામી તા. ૦૭મી મે, ૨૦૨૪ ના ગુજરાત રાજયમાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. આ લોકશાહીના અવસરમાં મહત્તમ લોકો સહભાગી બને તે માટે સ્વીપ અંતર્ગત લોકોને મતદાન કરવાના શપથ પણ લેવડાવવામાં આવી રહ્યા છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરના કુડાસણ અને રાયસણ વિસ્તારમાં ચાલતાં વિવિધ યોગ સેન્ટર ખાતે આવતા યોગાર્થીઓને સ્વસ્થ જીવન માટે યોગ જરૂરી છે, તેમ તંદુરસ્ત લોકશાહી માટે મતદાન જરૂરી છે, તેવી જાગૃત્તિ આપીને આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં તેઓ અવશ્ય મતદાન કરશે, પોતાના પરિવારના સભ્યોને પણ લોકશાહીના અવસરમાં મતદાન કરાવીને સહભાગી બનાવશે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના નાગરિક હોવાનું ગૌરવ અનુભવી મતદાન કરવાની પોતાની નૈતિક ફરજ અદા કરશે, તેવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આગામી દિવસો માં જિલ્લામાં યોગ બોર્ડના કન્વીનર અને આયુષ તંત્ર દ્વારા જિલ્લામાં ચાલતા તમામ નાના મોટા યોગ વર્ગો માં ‘પહેલા મતદાન પછી જલપાન’, પરિવાર સાથે મતદાન ના શપથ લેવડાવાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.