(જી.એન.એસ),તા.૦૧
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તારમાં બિનઅધિકૃત રીતે વેચાતા કે ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ ( પોશાક ) તથા અન્ય ચીજવસ્તુઓના વેચાણ-ઉપયોગ ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડ્યું છે.
આ જાહેરનામાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે દ્વારા રાજયના વિવિધ શહેરો- જિલ્લાઓ ખાતે સૈન્ય તથા અન્ય સશસ્ત્ર દળોના ગણવેશ તથા તેની સાથે સામ્યતા ઘરાવતા વસ્ત્રોનું વેચાણ તથા તેનો ઉપયોગ અસામાજીક તત્વો દ્વારા દેશદ્રોહી- ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે થવાની સંભાવના અને તેના કારણે રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદ્ધભવી શકે. આ બાબત સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા તથા ઉપયોગમાં લેવાતા સશસ્ત્ર દળોના ગણવેશ ( પોશાક ) તથા અન્ય ચીજવસ્તુઓના વેચાણ- ઉપયોગ પર પ્રતિબંઘ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામામાં જણાવાયા અનુસાર આ હુકમ તા. ૧૭મી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિને કાયદાની જોગવાઇ અનુસાર શિક્ષાપાત્ર થશે. તેમજ હુકમમાં ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતાં હે.કોન્સ. કે તેનાથી ઉચ્ચ હોદ્દો ઘરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે, તેવું પણ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.