Home ગુજરાત ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૫ થી ૩૧ મી જુલાઇ દરમ્યાન ડિજિટલ ઇન્ડિયા...

ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૫ થી ૩૧ મી જુલાઇ દરમ્યાન ડિજિટલ ઇન્ડિયા વીક- ૨૦૨૩ની ઉજવણી કરાશે

22
0

(GNS),05

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લામાં આગામી તા. ૨૫ થી ૩૧ મી જુલાઇ દરમ્યાન ડિજિટલ ઇન્ડિયા વીક- ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવશે.

ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો આરંભ સમગ્ર દેશ સહિત ગાંધીનગરમાં દેશના વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે તા. ૨૫મી જુલાઇના રોજ વર્ચ્યુલ માઘ્યમથી કરવામાં આવશે.

ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ ઇન્ડિયા વીક- ૨૦૨૩ની ઉજવણી જિલ્લા કલેકટર હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. ડિજિટલ ઇન્ડિયા સપ્તાહમાં વઘુને વઘુ લોકો ઓનલાઇન રીતે સહભાગી બની શકે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહની સમગ્ર ઉજવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. આ માટે યોજાનાર સર્વે કાર્યક્રમોમાં નાગરિકો સહભાગી થઇ શકે તે માટે તેમણે પોતાનું રજિસ્ટ્રેશન https://www.nic.in/diw2023-reg  પર કરી શકશે. આ લીંક પર કોઇપણ નાગરિક પોતાના નામની નોંઘણી કરાવી શકશે. નોંઘણી બાદ આ કાર્યક્રમ અંગેની સર્વે માહિતી તેમને સરળતાથી મળી શકશે.

તા. ૨૫મી જુલાઇના રોજ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આ સપ્તાહની ઉજવણીના આરંભ બાદ તા. ૨૬ થી ૩૧મી જુલાઇ દરમ્યાન વેબકાસ્ટ, વીસી આધારિત સત્ર યોજાશે. આ સત્રમાં રાષ્ટ્રીય સ્તરના સ્પીકર્સ દ્વારા સાયબર સિક્યુરીટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, આઇ.ઓ.ટી. અને જી.આઇ.એસ વગેરે વિષય ઉપર માહિતી આપવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવિદ્યાર્થીઓ ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દી બનાવવા પ્રેરાઇ તેવા હેતુથી ‘સિમ્યુલેટર એક્ઝિબિશન બસ’ શરૂ કરવાનો નવતર પ્રયોગ
Next articleઆમ આદમી પાર્ટી નો સાથ છોડી નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાયા કોંગ્રેસ માં, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કર્યું સ્વાગત