(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૩૦
ગાંધીનગર જિલ્લાના રહેવાસી પોતાના પાસપોર્ટ માટે અમદાવાદના ધક્કા ખાતા હતા.ત્યારે હવે ગાંધીનગરને વધુ એક નજરાણું મળ્યું છે.ગાંધીનગરમાં સેકટર 11,ઉદ્યોગભવન નજીક. આજથી પાસપોર્ટ ઑફિસની શરૂઆત થઈ ગઈ છે. હવે ગાંધીનગર જિલ્લાના લોકોને પાસપોર્ટ માટે અમદાવાદ જવું નહીં પડે.અમદાવાદમા મીઠાખડી તેમજ વિજય ચાર રસ્તાપાસે આવેલ પાસપોર્ટ ઓફીસમાં ઘણા લોકો દૂર દૂર ના વિસ્તારેથી પાસપોર્ટ બનાવવા આવતા હતા.તેમજ ગાંધીનગર જિલ્લાના આજુ બાજુના લોકોને પણ પાસપોર્ટ માટે જવું પડતુ.આજે ગુજરાતનું પાટનગર ગણાતું ગાંધીનગરને એક નવી ભેટ તરીકે પાસપોર્ટ ઓફીસ મળી છે.આથી જે લોકો પાસપોર્ટ નીકળવા માંગતા હોય તમને પાસપોર્ટની વેબ સાઇટ ઉપર જઈને ઓન લાઇન ફોર્મ ભરી ડોક્યુમેન્ટ લઈને પાસપોર્ટ ઓફીસ જઇ વેરિફિકેશન કરવા જવાનું રહશે. આજ કાલ દરેક લોકોને પાસપોર્ટ જરૂરિયાત હોય છે.ત્યારે હવે ગાંધીનગર જિલ્લા માટે આનંદના સમાચાર છે.હવે અમદાવાદ ધક્કા ખાવાની જરૂર નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.