Home ગુજરાત ગાંધીનગર જિલ્લાને કુપોષણ મુક્ત બનવવા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

ગાંધીનગર જિલ્લાને કુપોષણ મુક્ત બનવવા કલેકટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

398
0

(જી.એન.એસ.,કાર્તિક જાની),ગાંધીનગર.૧૨
કુપોષણ મુક્ત ગાંધીનગર જિલ્લો કાર્યક્રમનો આરંભ જુલાઇ-૨૦૧૯થી થશે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લાની વરિષ્ઠ ખાનગી કંપનીઓ દ્વારા ખભેથી ખભો મિલાવીને ગાંધીનગર જિલ્લાને કુપોષણ મુક્ત જિલ્લો બનાવવામાં આવશે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગા અને ખાનગી કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ સાથે એક બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમનો આરંભ ગાંધીનગરમાં જુલાઇ-૨૦૧૯માં કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં હાલમાં ૪૨૫૬ કુપોષિત બાળકો છે. જેમાં ૩૫૨૯ બાળકો પીળી રેખામાં અને ૭૩૬ બાળકો લાલ રેખા પર છે. આ બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાનગી કંપનીઓનો સહયોગ લેવામાં આવશે. આ અભિયાનમાં સહભાગી થવા માટે ખાનગી કંપનીઓ પણ ઉત્સાહભેર જોડાઇ ગઇ છે. કુપોષણ મુકત ગાંધીનગર જિલ્લો બનાવવા માટે આજે યોજાયેલ બેઠકમાં બાળકોને કુપોષણની રેખામાં કેવી રીતે વિભાજત કરવામાં આવ્યા છે, તેમને સરકાર દ્વારા કેવી રીતે કુપોષણ મુક્ત કરવા માટે કામગીરી કરવામાં આવે છે, તેની વિસ્તૃત સમજ જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ વિસ્તૃત સમજ આપી હતી. બાળકોને કુપોષણ મુકત બનાવવા માટે શું શું આપવામાં આવશે, કેવી રીતે આપવામાં આવશે તે અંગેની ચર્ચા- વિર્મશ પણ કલેકટરશ્રી અને ખાનગી કંપનીઓ સાથે થઇ હતી.
કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના તમામ ૩૦૩ ગામોમાં અલગ અલગ આંગણવાડીમાં આવા બાળકો અભ્યાસ કરે છે. તેમને અપાયેલ પોષણ યુક્ત ખોરાકના રીપોર્ટીંગ માટે દરેક ગામ કે કલસ્ટર અનુસાર અધિકારીની નિમણુંક કરવામાં આવશે. અધિકારી દ્વારા નિરીક્ષણ કરી નિયમિત દર માસે રીપોર્ટીંગ કરવામાં આવશે. આ ખોરાક કુપોષણથી પીડાતા બાળક સુધી પહોચે તે માટે સુચારું આયોજન જિલ્લા વહીવટી તંત્રના સંબંધિત કચેરી અને એન.જી.ઓ સંસ્થા સાથે રાખીને કરવામાં આવશે. કુપોષણમાંથી બાળક અચાનક બહાર આવતું નથી, જેથી સમયાંતરે તેનું અવલોકન કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની ઓ.એન.જી.સી., અરવિંદ મિલ્સ, સાબરમતી ગેસ કંપની લિ. અદાણી ગૃપ, રિલાયન્સ ગૃપ જેવી નામાંકિત કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ, નિવાસી અધિક કલકેટર શ્રી એચ.એમ.જાડેજા, આઇ.સી.ડી.એસના અધિકારી શ્રી દક્ષાબેન ચૌહાણ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભાની એક બેઠક મેળવવા કોંગ્રેસ ડો. મનમોહન સિંહ નો ઉપયોગ કરશે
Next article“સંવેદનશિલ” ગુજરાત…?, રાતના અંધારામાં નકલી ડોક્ટરનો કાળો ધંધો…!!, જનતાના સ્વાસ્થ સાથે ચેડા