Home ગુજરાત ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના માણસા વિધાનસભા મતદાર વિભાગના ઇવીએમ અને પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમની...

ગાંધીનગર જિલ્લાના માણસા વિધાનસભા મતદાર વિભાગના ઇવીએમ અને પોસ્ટલ બેલેટ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે

89
0

લોકસભા સામાન્ય ચૂંટણીમાં માણસા મતદાર વિભાગમાં પ્રિસાઇડીંગ ઓફિસરોના તાલીમ વર્ગમાં જિલ્લા ચૂંટણી અધિકારી સહભાગી બન્યા : જરૂરી માર્ગદર્શન આપ્યું

(જી.એન.એસ),તા.૨૯

ગાંધીનગર,

ગાંધીનગર જિલ્લાના માણસા વિધાનસભા મતદાર વિભાગની મુલાકાત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ લીઘી હતી. તેમજ પ્રિસાઇડીંગ ઓફિસરની તાલીમ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ૩૭ માણસા મતદાર વિભાગની મુલાકાત લીઘી હતી. આ મુલાકાત દરમ્યાન તેમણે માણસા મતદાર વિભાગમાં ઇવીએમ અને પોસ્ટલ બેલેટ માટે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીઘી હતી. તેમજ ૩૭ માણસા મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં ફરજ અદા કરનાર અધિકારી- કર્મચારીઓ સાથે લોકસભા ચૂંટણની કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક કરી હતી.

આ મુલાકાત દરમ્યાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ ૩૭ માણસા મતદાર વિભાગમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં મતદાન મથકે પ્રિસાઇડીંગ ઓફિસર તરીકે ફરજ અદા કરનાર કર્મચારીઓ માટે યોજાયેલ ટ્રેનીંગ કાર્યક્રમમાં પણ સહભાગી બન્યા હતા. આ તાલીમ વર્ગમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ મતદાન દરમિયાન તેમની ભૂમિકા કેટલી મહત્વની છે. તેની પણ રસપ્રદ વાત કરી હતી.

આ તાલીમ દરમિયાન મતદાન મથક માટેની ટીમની રચના, ઇવીએમ તથા ચૂંટણીમાં જરૂરી પત્રકો અને કવરોની માહિતી, મતદાન મથકની ગોઠવણી, મતદાન દિવસે થતું મોકપોલ સીયુ- વીવીપેટ સીલ કરવા, મતદાન સમયે દિવસ દરમિયાન આવતી સમસ્યાઓનું નિરાકરણ તથા મતદાન પુરું થયા બાદ તમામ સામગ્રી પરત કરવા સુધીનું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ દરમ્યાન પ્રિસાઇડીંગ ઓફિસર સમક્ષ ઇ.વી.એમ. મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ તમામ પ્રિસાઇડીગ ઓફિસરશ્રીઓને તેમની ફરજ દરમિયાન કઇ કઇ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, તેનાથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમ્યાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા, ૩૭ માણસાના મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ડી.આર. ધોરાજિયા, માણસા મામલતદાર શ્રી કે.આર.ચૌઘરી સહિત સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ પશ્ચિમ(8) લોકસભાના એલિસબ્રિજ(44) અને જમાલપુર-ખાડિયા(52) વિધાનસભા મતવિસ્તારના પ્રિસાઈડિંગ અને પોલિંગ ઓફિસર માટેના તાલીમ વર્ગ યોજાયા
Next articleયુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા તેમની બે દિવસીય મુલાકાતે ભારત પહોંચ્યા