Home ગુજરાત ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને અન્ય રાજયમાં આવેલી ભારતીય કૃષિ અનુષંધાન પરિષદની પ્રતિષ્ઠિત...

ગાંધીનગર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને અન્ય રાજયમાં આવેલી ભારતીય કૃષિ અનુષંધાન પરિષદની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તાલીમ આપવાનું આયોજન

38
0

આ તાલીમમાં સહભાગી થવા માંગતા બાગાયતદાર ખેડૂતો તા. ૦૮મી નવેમ્બર સુધીમાં અરજી કરી શકશે
જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને તાલીમમાં જીરૂ, વરિયાળીની વૈજ્ઞાનિક ખેતી,ડ્રેગન ફ્રૂટ તેમજ નવીન ઉભરતા પાકોની ખેતી જેવા વિષયની તાલીમ અપાશે

(જી.એન.એસ),તા.૦૧
ગાંધીનગર,
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજયોમાં આવેલી ભારતીય કૃષિ અનુષંધાન પરિષદની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની નામાંકિત કૃષિ સંસ્થાઓમાં તાલીમ મેળવવા માંગતા જિલ્લાના બાગાયત કરતા ખેડૂતોએ પોતાની અરજી તા. ૦૮મી નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં જરૂરી વિગતો સાથે કરવા નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે.
નાયબ બાગાયત નિયામકશ્રીએ જણાવ્યું છે કે, બાગાયત ખાતા દ્વારા ચાલતા રાજય બહાર ખેડૂત તાલીમ ઘટક અંતર્ગત હરિયાણા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજયો ખાતે આવેલી ભારતીય કૃષિ અનુષંઘાન પરિષદની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં બાગાયત પાકો જેવા કે બટાટાની ખેતી અને તેનું મૂલ્યવર્ધન, જીરૂ, વરિયાળીની વૈજ્ઞાનિક ખેતી, ડ્રેગન ફ્રુટ તેમજ નવીન ઉભરતા પાકોની ખેતી તથા પ્રાકૃતિક ખેતી જેવા વિષયોની તાલીમ આપવામાં આવશે. આ પ્રકારની તાલીમ લેવાથી ખેડૂતો તેઓની પરંપરાગત ખેતી પધ્ધતિમાં બહોળા પ્રમાણ સુઘારો લાવી, જેતે પાક સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મેળવવા માટે સ્વયં સક્ષમ બની શકશે. જેના કારણે વઘુ ઉત્પાદન દ્વારા સારી ગુણવત્તાવાળો પાક લઇને, વઘારે વળતર મેળવી શકશે.
આ વિવિધ તાલીમમાં લાભ મેળવવા ઇચ્છતા યુવા ખેડૂતોએ ઉમેદવારી નોંધાવા માટે પોતાનું નામ, ખેડૂત તરીકેના પુરાવા, જન્મ તારીખ, સંપર્કની વિગતો, આધાર કાર્ડ, બાગાયતી ખેતીમાં રસના વિષય કે પાક, કોઇ એવોર્ડ- પુરસ્કાર મેળવેલ હોય તો તે સહિતની વિગતો તા. ૦૮મી નવેમ્બર, ૨૦૨૩ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પાંચમો માળ, સેકટર-૧૧ ખાતે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે. આ માટેની વઘુ વિગત માટે ફોન નંબર – ૦૭૯ ૨૩૨ ૫૭૭૬૦ ઉપર સંપર્ક કરવો અથવા ઇમેલ આઇ.ડી. ddhgandhinagar@gmail.com પર સંપર્ક કરવાનો રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field