(જી.એન.એસ),તા.૧૯
ગાંધીનગર,
‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમના વ્યાપક જનપ્રતિસાદ બાદ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધાર્મિક સ્થળો અને તીર્થધામોમાં સફાઇ અભિયાનનું આહ્વાન કર્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળો પર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા જિલ્લા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ લોક સહયોગથી સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જીજ્ઞાશા વેગડાની અધ્યક્ષતામાં ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામના સુપ્રસિદ્ધ વરદાયિની માતાના મંદિરથી સફાઇ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના ધાર્મિક સ્થળોએ આ સફાઇ કાર્યક્રમ સતત ૯ દિવસ સુધી યોજવામાં આવશે. જેમાં નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે. ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામોમાં આવેલ ધાર્મિક સ્થળોએ સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યશ્રી, તાલુકા પ્રમુખશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કોર્ડીનેટર, આઇઇસી કન્સલ્ટન્ટશ્રી તાલુકા એસબીએસ સ્ટાફ, તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગતની સફાઇ ઝુંબેશ ૧૪ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી દરમિયાન જિલ્લાના તમામ ધાર્મિક સ્થળોએ સફાઇ અભિયાન હાથ ધરીને નિર્મળ બનાવવામાં આવશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.