(જી.એન.એસ) તા. 19
ગાંધીનગર,
ભરતી નિયમો પ્રમાણે 7500 જેટલી TAT-1 અને 2 માં ભરતી કરવામાં આવશે
રાજ્યમાં ચર્ચાનો સૌથી મોટો કિસ્સો અને પાટનગરમાં છેલ્લા બે દિવસથી ચાલતા TET-TAT ઉમેદવારોનાં આંદોલનની અસર હવે દેખાઈ રહી છે. મુખ્યમંત્રી દ્વારા શિક્ષકોની ભરતીને લઈ એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે બેઠકમાં થયેલ ચર્ચા અને નિર્ણય અંગે માહિતી આઓટ કહ્યું હતું કે સરકાર દ્વારા 7500 જેટલી TAT-1 અને 2 માં ભરતી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણમાં ભરતીઓ પહેલા કરવા નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં ટાટની યોગ્યતા ધરાવતા ઉમેદવારોને નોકરી આપવામાં આવશે. જ્ઞાન સહાયકની પણ મેરિટનાં આધારે ભરતી કરવામાં આવશે. આ વખતે એક સાથે 7500 જેટલાં TAT-1 અને TAT-2 એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં સરકાર ભરતી કરવા જઈ રહી છે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભરતી પ્રક્રિયાને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. યોગ્ય શિક્ષક, મેરિટના ઓર્ડર અને ભરતીનાં નિયમો પ્રમાણે ભરતી કરાશે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી વિશે તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પરંતુ, ભરતી અંગેના નિર્ણય અને એલિજિબિલિટી ટેસ્ટ માટેનાં કેટલાક નિર્ણયો હાલ વહીવટી પ્રક્રિયામાં છે. જે પૂર્ણ થતાંની સાથે પ્રાથમિક શાળાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.