Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર ખાતે ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ (QIP)નો રીઝનલ કક્ષાનો વર્કશોપ તથા NQAS- AEFI...

ગાંધીનગર ખાતે ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ (QIP)નો રીઝનલ કક્ષાનો વર્કશોપ તથા NQAS- AEFI ની રીઝનલ કમીટીની બેઠક યોજાઇ

44
0

(જી.એન.એસ),તા.૧૧
ગાંધીનગર
ગાંધીનગર ખાતે ક્વોલીટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ(QIP)નો ગાંધીનગર વિભાગનો વર્કશોપ તેમજ NQAS AEFIની વિભાગીય કમીટીની બેઠક વિભાગીય નાયબ નિયામક ડૉ. એસ. કે. મકવાણા સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં ‘નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ સર્ટીફિકેશન’ અંતર્ગત વિભાગીય નાયબ નિયામકે રાજ્યકક્ષાએ મળેલ નેશનલ સર્ટીફિકેશન માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પેટા આરોગ્ય કેન્દ્રોની પ્રસંશા કરી હતી તેમજ સેકન્ડરી અને ટર્શિયરી આરોગ્ય સંસ્થાઓને આ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.
‘નેશનલ ક્વોલીટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ’ અંતર્ગત આરોગ્ય સંસ્થામાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે મુજબ ચેક લીસ્ટ પ્રમાણે ઇન્ટર્નલ, પીયર અને એક્સટર્નલ એસેસમેન્ટ તાલીમબદ્ધ અસેસર દ્વારા કરવામાં આવે છે. કાર્યક્રમમાં ‘કાયાકલ્પ ઇન્સેન્ટીવ સ્કીમ’ અંતર્ગત તમામ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા, ઇન્ફેક્શન કંટ્રોલ, બાયો મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તેમજ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ઇકો ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં હતી. આ ઉપરાંત માતા મરણ અને બાળ મરણ ઘટાડવા તથા સગર્ભા તેમજ પ્રસુતા મહિલાઓનું સન્માન જળવાઈ રહે તે મુજબની ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાના કાર્યક્રમ ‘લક્ષ્ય’ વિશે હાજર તમામને સમજણ આપવામાં આવી હતી તેમજ આ અંગેની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત ઉપસ્થિત તમામ પીડીયાટ્રીશીયનોને વિભાગીય નાયબ નિયામક દ્વારા બાળ મરણ ઘટાડવા તેમજ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ઉચ્ચ ગુણવત્તા યુક્ત બાળ સંભાળ સેવાઓ મળી રહે તે હેતુથી ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘મુસ્કાન ઇનીસીએટીવ’ કાર્યક્રમની સમજણ આપવામાં આવી હતી. તેમજ પસંદગી થયેલ મેડિકલ કોલેજ, જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રોના અગત્યના ડિપાર્ટમેન્ટોમાં ‘મુસ્કાન’ સર્ટીફિકેટ મેળવવા જણાવવામાં આવ્યું હતું. આ સિવાય ‘આયુષ્યમાન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર’ તેમજ હાલમાં ચાલી રહેલ ‘આયુષ્યમાન ભવ’ કાર્યક્રમની પણ ડૉ. એસ. કે. મકવાણા દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વિભાગીય નાયબ નિયામકે હાજર તમામ તબીબ નિષ્ણાંતો તેમજ પ્રોગ્રામ ઓફિસરોને નિયમિત ફિલ્ડ વિઝીટ, મોનીટરીંગ, સઘન અને સપોર્ટીવ સુપરવિઝન દ્વારા કામગીરીમાં વેગ લાવવા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ઝોનના તમામ આર.સી.એચ.ઓ., જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસરો તેમજ રાજ્ય કક્ષા દ્વારા લક્ષ્ય અને મુસ્કાન ક્વોલીટી ઈમ્પ્રુવમેન્ટ કાર્યક્રમ અંતર્ગત પસંદ કરેલ તમામ મેડિકલ કોલેજના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પીડીયાટ્રીક્સ, જનરલ હોસ્પિટલ તેમજ સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના પીડીયાટ્રીક્સ તેમજ ગાયનેકોલોજીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદિલ્હીના કર્ટેન રેઈઝર ઇવેન્ટની ભવ્ય સફળતા બાદ મુખ્યમંત્રી શ્રી ભેપેન્દ્ર પટેલ મુંબઈમાં રોડ શોમાં ઉપસ્થિત
Next articleસુરતની પુણામાં આવેલ શાળામાં બનેલી ઘટના દુઃખદ – નિંદનીય