ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે એક સફેદ કલરની કાર ધડાકાભેર અથડાઈ હતી. જે બાદ ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડને અડીને લગાવેલા બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈને પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના પાંચ પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જેમાં એક બિલ્ડરનાં પુત્રનો પણ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ ત્રણ જણાને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડ ઉપર રાતના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.
જ્યારે ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત નાજુક હોવાનું સામે આવ્યું છે. રાયસણ વિસ્તારમાં મોટાપાયે બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઈટ બિલાડીના ટોપની માફક ચાલી રહી છે. જો કે પોતાની સાઇટની જાહેરાતો માટે બિલ્ડરો દ્વારા સિંગલ પટ્ટી રોડને અડીને લાઈન સર બોર્ડ ખડકી દેવામાં આવ્યાં છે. જેનાં કારણે ઘણીવાર નાના મોટા અકસ્માતો થવાની ઘટના સામે આવતી રહેતી હોય છે.પણ સિંગલ પટ્ટી રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રાયસણ ગામ વૃંદાવન બંગલોની સામેના ખેતરમાં રહેતો ધવલ ભૂપતભાઈ રાવળ તેના મિત્રો જીગર કાંતિભાઈ રાવળ, પ્રવીણ લાભૂભાઈ રાવળ(કુડાસણ) અને, વિપુલ વીરસંઘ રાવળ અને હાર્દિક નવીનભાઈ પટેલ (રાયસણ) રાતના ભેગા થયા હતા.
બાદમાં વિપુલ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરી હતી. આથી પાંચેય મિત્રો હાર્દિકની વર્ના કારમાં નીકળ્યા હતા. આ વખતે કાર પ્રવીણ ચલાવી રહ્યો હતો ત્યારે BAPS સ્કૂલથી થોડેક આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજળીના થાંભલા સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી. જેનાં કારણે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી દઈ કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના બે ત્રણ બોર્ડ સાથે કાર અથડાતા બે ત્રણ વખત પલ્ટી મારી ગઈ હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચરઘાણ વળી ગયો હતો. જેમાં પ્રવીણ અને હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ધવલ, જીગર અને વિપુલને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ લઈ જવાયા હતા. જે પૈકી ધવલની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે હાર્દિકના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, 26 વર્ષીય હાર્દિકનાં પત્ની અને બે નાના બાળકો છે. જ્યારે તેના પિતા નવીનભાઈ પટેલ બિલ્ડર છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.