Home ગુજરાત ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં આવેલા વેપારીનો મોંઘોદાટ ફોન ચોરાયો

ગાંધીનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાની ઓફિસમાં આવેલા વેપારીનો મોંઘોદાટ ફોન ચોરાયો

25
0

સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં 28 હજારના મોબાઇલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ

(જી.એન.એસ),તા.૨૦

જો ગુજરાતના સરકારના મંત્રીઓને ત્યાં જ ચોરી થતી હોય તો પછી સામાન્ય નાગરિકોના ઘર ચોરો માટે સરળ ટાર્ગેટ બની રહે. હાલ ગાંધીનગરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં મંત્રી કુંવરજી બાવળિયાન ઓફિસમાં જ ચોરી થયાનો ઘાટ ઘડાયો છે. આ ઘટનાથી એવું કહી શકાય કે, ગાંધીનગરમાં મંત્રીમંડળની ઓફિસ પણ સુરક્ષિત નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની ઓફિસમાંથી મોબાઈલની ચોરીની ઘટના સામે આવી છે. ગત 18 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના એક વેપારી મંત્રી કુંવરજી બાવળિયાને મળવા આવ્યા હતા. મંત્રીઓને મળવા આવનાર મુલાકાતીઓના મોબાઇલ ફોન બહાર મુકવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના કુડાસણમાં વેપાર કરતાં હમીરભાઈનો મોબાઇલની ચોરી થઈ હોવાની વિગતો સામે આવી છે.

આ અંગે ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં 28 હજારના મોબાઇલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તાજેતરમાં જ રાજ્યના પૂર્વ SP અને ભિલોડાના ધારાસભ્ય પીસી બરંડાના ઘરે તેમની પત્નીને બંધક બનાવી ઇસમોએ લૂંટ ચલાવી હોવાની ઘટનાને લઈ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો હતો. અજાણ્યા ઇસમોએ ધારાસભ્યના ગામડે આવેલ ઘરમાં ઘૂસી તેમની પત્નીને ઘરમાં જ બંધક બનાવી અને લૂંટ કરી હતી. આ તરફ હવે ઘટનાની જાણ થતાં MLA અને SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં ગણતરીના કલાકોમા ચોરોને પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે શું કુંવરજી બાવળિયાના ઓફિસનો ચોર પોલીસ શોધી આપશે ખરો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article2023ના OTT માર્વેલ્સ: કરીના કપૂર, રાધિકા મદાનથી લઈને રાશિ ખન્નાએ તેમનું જબરદસ્ત પ્રદર્શન બતાવ્યું
Next articleસુરતમાં મનિયા ડુક્કર ગેંગના સભ્યોએ વિશાલ વાઘની ગેંગ પર જાહેરમાં હુમલો ક્યો