ગાંધીનગરના રાયસણ સ્થિત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી મહિલાઓને લગતા હાલના કાયદાઓનુ ઇમ્પેક્ટ એનાલિસિસ કરી કાયદાકીય માળખું વધુ સુદ્રઢ બનાવવા માટે સૂચનો કરશે. જે અંતર્ગત GNLU અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વચ્ચે એક રિસર્ચ સ્ટડી માટે સમજૂતી કરાર(MOU) કરવામાં આવ્યા છે. ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા કાયદાઓ ઘડવામાં આવેલા છે. બીજા વિશ્વયુદ્ધ પછી 1947માં ભારતને આઝાદી મળી. હિંદુ કોડ બિલ બનાવી મહિલાઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન કરવામાં આવ્યો અને એને પરિણામે ‘હિંદુ માઇનૉરિટી ઍન્ડ ગાર્ડિયનશિપ ઍક્ટ’, ‘હિંદુ એડૉપ્શન ઍન્ડ મેન્ટેનન્સ ઍક્ટ’, ‘હિંદુ મૅરેજ ઍક્ટ’ અને ‘હિંદુ સક્સેશન ઍક્ટ’ પસાર કરવામાં આવ્યા.
આને કારણે સ્ત્રીના ઉત્થાનમાં ક્રાંતિ આવી. ત્યારે હાલનાં મહિલાના કાયદાઓને વધુ સુદ્રઢ બનાવવા સરકારના મહિલા બાળ વિકાસ દ્વારા વધુ એક પહેલ કરવામાં આવી છે. જે અન્વયે ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી અને મહિલા બાળ વિભાગ વચ્ચે એક એમઓયુ કરવામાં આવ્યો છે. આ કરાર અંતર્ગત ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી દ્વારા દેશમાં મહિલાઓને લગતા હાલના કાયદાઓની કેવી અસર થઈ છે તેનુ ઇમ્પેક્ટ એનાલિસિસ કરશે.
સાથે સાથે હાલના મહિલાઓના કાયદાઓમાં કઈ કઈ ત્રુટિઓ છે તેનો પણ અભ્યાસ તલસ્પર્શી કરશે. આ સ્ટડીના આધારે જીએનએલયુ દેશમાં મહિલાઓના કલ્યાણ અને ઉત્થાન માટે પ્રવર્તમાન કાયદાકીય માળખું વધુ સુદ્રઢ બનાવવા માટે શું કરવાની જરૂર છે તેના સૂચનો આપશે.
ત્યારે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના ડેપ્યુટી ડાયરેકટર સંતોષકુમાર તિવારી અને જીએનએલયુ સેન્ટર ફોર વિમેન એન્ડ ચાઈલ્ડ રાઇટ્સના વડા ડો. આશા વર્માએ આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.