Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરની GNLU ખાતે કોમન લો એડમિશન ટેસ્ટ ૧૮ ડિસેમ્બરે યોજાશે

ગાંધીનગરની GNLU ખાતે કોમન લો એડમિશન ટેસ્ટ ૧૮ ડિસેમ્બરે યોજાશે

34
0

ગાંધીનગરના રાયસણ સ્થિત દેશ વિખ્યાત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીખાતે આગામી તા. 18 ડિસેમ્બરને રવિવારના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ યોજવામાં આવશે. આ વર્ષે કોમન લો એડમિશન ટેસ્ટ માટે ગુજરાતમાંથી 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2023) 18 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. આ વર્ષે ગુજરાતના ચાર શહેરો ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી CLAT માટે કુલ 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જ્યારે વર્ષે ગુજરાતમાંથી CLAT માટે 1224 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી.
આ વર્ષે ભારતભરમાંથી આશરે 55 હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી છે. તેમજ ગત વર્ષે 61 હજાર ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. દેશની 22 નેશનલ લો યુનિવર્સિટીના પાંચ વર્ષના સંકલિત LLB અને એક વર્ષના LLM પ્રોગ્રામ્સમાં CLATના પરિણામના આધારે પ્રવેશ આપવામાં આવશે. 22 નેશનલ લો યુનિવર્સિટી તેમના LLB પ્રોગ્રામમાં લગભગ 1,600 બેઠકો ધરાવે છે. 22 નેશનલ લો યુનિવર્સિટી ઉપરાંત લગભગ 50 અન્ય ક્લેટ-સંલગ્ન યુનિવર્સિટીઓ પણ તેમના કાર્યક્રમોમાં પ્રવેશ માટે CLAT પરીક્ષાનો ઉપયોગ કરે છે. CLATની પરીક્ષા માટે ગાંધીનગર સેન્ટરમાં 678 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. જેમાં LLB માટે 542 અને LLM માટે 136 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ​​​​​​​ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી માં LLB પ્રોગ્રામમાં 204 અને LLM પ્રોગ્રામમાં 57 સીટો છે. જ્યારે આગામી શૈક્ષણિક વર્ષ 2023-24થી નવા શરૂ થઈ રહેલા GNLU સિલ્વાસા કેમ્પસ માટે પણ ક્લેટના આધારે પ્રવેશ આપવામાં આવશે. GNLU સિલ્વાસા કેમ્પસમાં બીએ LLB પ્રોગ્રામમાં 66 અને LLM પ્રોગ્રામમાં 33 બેઠકો છે. નેશનલ લો યુનિવર્સિટીના કન્સોર્ટિયમ માટે GNLU ગુજરાતમાં CLATનું આયોજન કરે છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજામનગર-રાજકોટ હાઇવે પર કારે બાઇકને ઉછાળ્યુ, ચાલકનું મોત, કાર ડ્રાઇવર ફરાર
Next articleકપડવંજમાં એક કંપનીના બે સંગમ મેનેજરે 87 ગ્રાહકોને 7.05 લાખનો ચૂનો લગાયો