Home ગુજરાત ગાંધીનગરની સ્વામીનારાયણ સ્કૂલે વાલીઓને ફોન કર્યા- ફી ભરો નહીંતર…

ગાંધીનગરની સ્વામીનારાયણ સ્કૂલે વાલીઓને ફોન કર્યા- ફી ભરો નહીંતર…

390
0

એક કલાક ઓનલાઇન ભઙણાવીને આખા મહિનાની ફી હડપ કરવાની
મનોવૃતિને રોકો..

(જી.એન.એસ., કાર્તિક જાની)તા.9

કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે સમગ્ર દેશમાં ૩ મહિના સુધી
બધુ જ ઠપ્પ હતું અને હજુ પણ શાળાઓ-કોલેજાે વગેરે. શરૂ થઇ નથી.
શાળાઓ ક્યારે શરૂ થશે તે હજુ સરકાર નક્કી કરી શકી નથી. ત્યારે
સંચાલકોએ તેમની શાળામાં ભણતાં વિદ્યાર્થીઓના વાલીઓને દે
ધનાધનની જેમ ઉપરાઉપરી ફોન કરીને ફી ભરી જાઓ, નહીંતર ઓફિસમાં
આવીને મળી જાઓ..ની ધમકી આપી રહ્યાં છે.
આવો જ એક કિસ્સો ગાંધીનગર શહેરની સ્વામીનારાયણ ગુરૂકુળ સ્કૂલનો
બહાર આવ્યો છે. જેમાં શાળાના કોઇ શિક્ષક કે કારકૂન વાલીઓને ફોન
કરીને ફી ભરી જવા કહે છે. એક વાલીએ રેકોર્ડ કરેલા આ કિસ્સામાં વાલી
કહેછે કે કયા મહીનાની ફી છે તે સામેથી કહેછે કે જૂન
માસની…લ્યો, હજુ તો શાળાના તાળાએ ખુલ્યા નથી ત્યારે શાળાઓએ
જૂનમાં શું ભણાવ્યું હશે.
વાલી કહે છે કે તમે ઓનલાઇન એક કલાક ભણાવો છો અને આખા મહિનાની
ફી માંગો છો, ઉપરાંત શિક્ષણમંત્રી ચુડાસમાસાહેબ તો ફી ભરવાની
ના પાડે છે તો તમે કઇ રીતે ફી માંગો છો… આ સાંભળીને
શાળાનો કારકૂન કે શિક્ષિકા પૂછે છે કે તમારા પાલ્યનું નામ શું છે
એ કહે એટલે હું તેના પર ટીક કરી દઉ… આ સાંભળીને વાલીએ
ગુસ્સામાં કહ્યું કે એટલે તમે એમનું નામ કમી કરવાની ધંમકી આપો
છો…આ સાંભળીને ફોન મૂકાઇ જાય છે.
સૂત્રોએ કહ્યું કે સરકારે શિક્ષણ નહીં તો ફી નહીં..ની જાહેરાત કરી
છે ત્યારે ગાંધીનગરની આ શાળાએ ફી માટે વાલીઓને ધમકી આપવી
શરૂઆત કરી હોય તેમ લાગે છે. ઓનલાઇન શિક્ષણમાં માત્ર એક કલાક
ભણાવીને આખા મહિનાની ફી પડાવી લેવાની આવી શાળાઓની સામે
સરકારે પગલા લેવા જાેઇએ આભાર – નિહારીકા રવિયા આભાર – નિહારીકા રવિયા

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગાંધીનગરમાં વોરિયર્સ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો.તુલિશયએ ગાંધીનગર SPને ચાર તાલુકા ઓફિસર સામે કરી અરજી
Next articleઅનલોક ગુજરાતમાં કોરોના બન્યો વિકરાળઃ સતત બીજા દિવસે 800થી વધુ કેસ,14ના મોત