(જી.એન.એસ,રવીન્દ્ર ભદોરિયા)તા.૧૩
શ્રાવણ મહિનો આવે એટલે જુગારીઓમા ખુશીનો માહોલ જોવા મળે છે અને ઠેર ઠેર જુગારીઓ અડ્ડા જમાવી જુગાર રમતા હોય છે.અને મહેફિલો કરતા હોય છે.ત્યારે ગઈ કાલે રાત્રે ગાંધીનગર પાસે આવેલ સરગાસણ આમ્રકુંજ ફ્લેટસની અંદર લાખો રૂપિયાનો જુગાર રમાય છે તેવી માહિતી સેક્ટર 7 પોલીસને મળી હતી. માહિતી આધારે રેડ કરવામાં આવી તો 9 જુગારીઓની અટકાયત કરવામાં આવી.1 ચિરાગ પટેલ,જીગર પટેલ, અમિતભાઇ પટેલ, દિનેશ પટેલ,મનીષ પટેલ, પ્રકાશ પટેલ, શૈલેષ પટેલ, જગદીશ પટેલ, સોરીન પટેલ, આ તમામ જુગારીઓ આમ્રકુંજ ફ્લેટમાં જુગાર રમતા હતા ત્યારે રાત્રે 10 વાગે પોલીસે રેડ કરી તેમની પાસેથી 8 મોબાઈલ, એક મોટરસાઇકલ, રોકડ રકમ એક લાખ 58 હજાર 420 અને જુગારના સ્થળે 48 હજાર જુગારીઓ પાસેથી કબ્જે કર્યા હતા.પરંતુ સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ રાત્રે સરગાસણ આમ્રકુંજ ફ્લેટમાં ઘણા લોકો જુગારીઓ જુગાર રમી રહ્યા હતા ત્યારે ત્યાં રોકડ રકમ અને મુદ્દામાલ સહિત કરોડોની કિંમતનો મુદ્દામાલ હતો પરંતુ પોલીસે કરોડોના મુદામાલને માત્ર 6 લાખ 25 હજાર 930 માં ફેરવી દીધો.તેવી અટકળો ચાલી રહી છે. સેક્ટર 7ના PSO દ્વારા માહિતી આપતા જણાવ્યું કે આ ગુનો જામની પાત્ર હોવાથી એ લોકોને રાત્રે જામીન આપી દેવાયા છે. અને કાયદા પ્રમાણે પોલીસે જુગારના સ્થળ ઉપર રેડ કરી તમામ મુદ્દામાલ 6 લાખ 25 હજાર 930નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પરંતુ સૂત્રો દ્વારા આ જુગારધામમાં હકીકત કઈ અલગ જાણવા મળી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે જુગારીઓ મોટા પ્રમાણમાં જુગાર રમી રહ્યા હતા અને તેમની પાસે મોંઘીદાટ કરોડોની લક્ઝુરિયસ કારો પણ હતી.તો પોલીસ દ્વારા લક્ઝુરિયસ કારનો કેમ FIR માં ઉલ્લેખ કર્યો નથી.? સેક્ટર 7ના પી.એસ.ઓ.એ માહિતી આપી ત્યારે માત્ર એક વાહન મોટર સાઇકલ કબ્જે કર્યાની વિગત આપેલ છે.જો ઘટના સ્થળે લક્ઝુરિયસકારો હતી તો કેમ પોલીસ દ્વારા કબ્જે કરવામાં ના આવી.? આ કેસની તપાસ સેકટર 7ના psi એ.જે.શાહ કરી રહયા છે..
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.