ગાંધીનગરના શાહપુર સર્કલ નજીક લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને ટાટા સફારી ગાડીમાંથી 1026 લીટર દેશી દારૃ લઈને અમદાવાદ જતાં બુટલેગરને ઝડપી પાડી રૂ. 3.20 લાખનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ – 2 ની ટીમ ઈન્ફોસિટી પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમ્યાન બાતમી મળી હતી કે, એક સફેદ કલરની ગાડીમાં (જીજે-01-કેજે-5538) માં દેશીદારૂ ભરી ડભોડા તરફથી ઇન્ફોસીટી થઈ અમદાવાદ તરફ જનાર છે.
જે બાતમીના આધારે એલસીબીની ટીમે સાબરમતી પુલ તરફથી શાહપુર સર્કલ તરફ આવતા રોડ ઉપર વાહનની આડાશ વોચ ગોઠવી દીધી હતી. ત્યારે થોડી વારમાં બાતમી મુજબની ગાડી ડભોડા તરફ આવતા તેને ઈશારો કરીને કરીને રોકી દેવાઈ હતી. બાદમાં ગાડીમાં બેઠેલા ઈસમને નીચે ઉતારી ગાડીની તલાશી લેતાં મીણીયાનાં થેલા આગળ ખાલી સીટ તથા વચ્ચેની સીટ તથા પાછળના ભાગે મૂકેલા મળી આવ્યા હતા.
38 થેલા ખોલીને જોતા અંદરથી દેશી દારૃનો 1026 લીટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે ગાડીના ચાલકની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ વિશાલ લખમીચંદ જુમાણી (સીંધી) (રહે. 133-સીવોર્ડ, પાણી નીટાંકી સામે, કુબેરનગર) હોવાનુ જણાવી વધુમાં કબૂલાત કરી હતી કે, પોતે અમદાવાદ ખાતે ચોરી છુપીથી દેશીદારૂનો ધંધો કરતો હોવાથી ગાડી લઇ કઠલાલ નજીક કાકરખાડ મુકામેથી દેશીદારૂનો જથ્થો ભરી લાવ્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.