ગાંધીનગરનાં રાયસણ ખાતે આવેલા પૂનમ પાર્ટી પ્લોટમાં કામ કરતાં યુવાન દુષ્કર્મ કરવાના ઈરાદે 12 વર્ષની સગીરાનો હાથ ખેંચીને એકાંતમાં લઈ જઈ રહ્યો હતો. એ દરમ્યાન સગીરાએ બુમાબુમ કરી મૂકતા કામાંધ યુવાન નાસી છુટયો હતો. આ બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસે પૂનમ પાર્ટી પ્લોટમાં કામ કરતાં યુવાન વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરનાં રાયસણમાં આવેલા પૂનમ પાર્ટી પ્લોટમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ની ઘટના ઘટતા રહી ગઈ છે. સદનસીબે યુવાનનાં બદ ઈરાદાનો અણસાર આવી જતાં સગીરાએ બુમાબુમ કરી મુકી હતી. જેનાં કારણે અહીં કામ કરતાં તેના દાદી સહિતના લોકો દોડી આવતાં કામાંધ યુવાન ભાગી ગયો હતો.
રાયસણ ગામમાં રહેતાં શ્રમજીવી પરિવારની 12 વર્ષીય દીકરી ધોરણ – 5 માં અભ્યાસ કરે છે. તા. 24 મી જાન્યુઆરીના સાંજના સમયે સગીરાને લઈને તેની દાદી પૂનમ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગે સાફ સફાઈનું કામ કરવા માટે ગયા હતા. આ દરમ્યાન સગીરા મંડપની નીચે એકલી બેસી રહી હતી. અને તેના દાદી સાફ સફાઈના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. ત્યારે રાત્રીના એકલતાનો લાભ લઈ પૂનમ પાર્ટી પ્લોટમાં રહીને કામ કરતો શખ્સ દુષ્કર્મના ઈરાદે સગીરાનો હાથ ખેંચીને એકાંતમાં લઈ જવા લાગ્યો હતો.
જેનાં કારણે સગીરાને શખ્સના ઈરાદાનો અણસાર આવી ગયો હતો અને તેના હાથમાંથી છૂટવા પ્રયત્નો કરવા લાગી હતી. તેમ છતાં શખ્સ એકાંતમાં લઈ જવા લાગતા સગીરાએ બુમાબુમ કરી મુકી હતી. જેની બૂમો સાંભળીને સગીરાના દાદી સહિતના લોકો દોડી આવ્યા હતા. જેનાં પગલે કામાંધ મૂકેશ પૂનમ પાર્ટી પ્લોટમાંથી ભાગી ગયો હતો. જો કે સગીરાનાં દાદીએ શખ્સ અંગે પૂનમ પાર્ટી પ્લોટના માલિકને વાત કરી હતી.
બાદમાં પોતાનું કામ પતાવી રાત્રે ઘરે ગયા હતા. અને સઘળી હકીકત વર્ણવી હતી. જેનાં પગલે સગીરાની માતા ઈન્ફોસિટી પોલીસ મથકે પહોંચી હતી. અને પાર્ટી પ્લોટના માલિક દિનેશ પટેલે તપાસ કરીને પોતાના પાર્ટી પ્લોટમાં જ કામ કરતા શખ્સે આવું કૃત્ય કર્યું હોવાની માહિતી આપી હતી. આ અંગે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.