જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વમાં રાજય મંત્રી મુકેશ પટેલ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપશે
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વનું રિહર્સલ જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં યોજાયું
(જી.એન.એસ),તા.૧૪
ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉત્સાહભેર રામકથા મેદાન, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ પ્રસંગે વન –પર્યાવરણ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજય મંત્રી મુકેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવશે. આજે જિલ્લા કલેકટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું.
આ રિહર્સલ દરમ્યાન જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે યોજાનાર પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમજ રજૂ થનાર યોગાસન અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવો અને નાગરિકોની બેઠક વ્યવસ્થા, સુશોભન તેમજ પ્રાથમિક સુવિધાઓ જેવી તમામ બાબતો પર સ્થળ પર વિસ્તૃત ચર્ચા જિલ્લા કલેકટરએ કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટર ભરત જોષી, પ્રાંત અધિકારી શ્વેતા પંડયા, નાયબ કલેકટર અર્જુનસિંહ વણઝારા, ગાંધીનગર મામલતદાર હરેશ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.