ગાંધીનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા રક્ષા શક્તિ સર્કલ પાસે સ્પોર્ટ્સ બાઈક ઉપર આવેલા લૂંટારૃ પીડીપીયુ કોલેજની વિદ્યાર્થિની નાં હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને શાહપુર બ્રિજ તરફ ભાગી જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર એસ.ટી ડેપો પાછળની ઝાડીમાં ત્રણ લૂંટારૃએ યુવક યુવતીને બાનમાં લઈને લુંટી લઈ આબરૂ લેવાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત શહેરમાં પડ્યા છે.
ત્યારે હમેશાં ટ્રાફિકથી ધમધમતા રક્ષા શક્તિ સર્કલ પાસે પણ લૂંટારૃ યુવતીના હાથમાંથી મોબાઇલ ઝુંટવીને નાસી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. ગાંધીનગર ઈન્ફોસિટી ટાવર – 1 પલ્સ ગર્લ્સ હોસ્ટેલમાં રહી રાયસણ પીડીપીયુ કોલેજમાં ડીપાર્ટમેન્ટ ઓફ સોલાર એનર્જીમાં પીએચડી ના પાંચમાં વર્ષમાં અભ્યાસ કરતી રોમા રાજેશકુમાર પટેલ તેના મિત્ર મુકેશ ખાંદળાના સ્પ્લેન્ડર પ્લસ બાઇક પાછળ બેસીને ઇન્ફોસીટી ઘ-0 સર્કલ થઈ પીડીપીયુ જઈ રહી હતી.
ત્યારે સાંજના શાહપુર રક્ષાશકિત સર્કલ પર ટ્રાફિક ઘણો હોવાથી બંને ટ્રાફિક ક્લિયર થવાની રાહ જોઈને ઉભા હતા. એ વખતે રોમાનાં હાથમાં મોબાઇલ ફોન હતો. આ દરમ્યાન પાછળથી એક સ્પોર્ટસ બાઈક પર આવેલ બે ઈસમોમાંથી બાઈક ચલાવનાર હેલ્મેટ પહેરેલ ઈસમે રોમાનાં હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવીને શાહપુર બ્રીજ તરફ ભાગ્યા હતા.
આથી રોમા અને મુકેશે લૂંટારૃનો પીછો કર્યો હતો. પરંતુ અંધારું થઈ જવાના કારણે સ્પોર્ટ્સ બાઈક ઉપર આવેલા લૂંટારૃ પૂરપાટ ઝડપે નાસી ગયા હતા. આ અંગે ઈન્ફોસિટી પોલીસે બે લૂંટારૃ વિરુદ્ધ 10 હજારની કિંમતના મોબાઇલની તફડંચીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.